શું રાજ્યમાં થઈ રહ્યું છે 70 ટકાથી વધુ નકલી દવાનું વેચાણ?
રાજ્યમાં 70 ટકાથી વધુ નકલી દવાનું વેચાણ થઈ રહ્યું છે.... આવો ગંભીર આક્ષેપ કર્યો છે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાન્ત સોલંકીએ.... તેમણે જણાવ્યું હતું કે, કેટલીક મેડિકલ સ્ટોર્સ તો વધુ નફો મેળવવાની લાલચમાં ડિસ્કાઉન્ટનું બોર્ડ પણ લગાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે.... સાથે જ તેમણે નકલી દવાનું વેચાણ કરતાં લોકોને પકડી તેમની સામે કડક કાર્યવાહીની માગ કરી હતી...