મહેસાણા: પ્રવાહીમાંથી શુદ્ધ પાણી બનાવવા પ્લાન્ટ બનાવવામાં આવ્યો
મહેસાણા ઓએનજીસી હવે ઓઇલ ઉત્પાદનની કામગીરી દરમિયાન નીકળતા ગંદા પાણીને શુદ્ધ કરશે...ઓએનજીસીમાં ઓઇલ ઉત્પાદન દરમિયાન દૈનિક 29 હજાર 500 ઘનમીટર પ્રવાહી ઉત્તપન્ન થાય છે...આ પ્રવાહીનો હાલમાં ઓએનજીસી દ્વારા જમીનમાં 1000 મીટર નીચે સબસરફેસ ઝોનમાં નિકાલ કરવામાં આવે છે....ઉત્તર ગુજરાતની પાણી ની અછતને ધ્યાનમાં રાખીને આ પ્રવાહીમાંથી શુદ્ધ પાણી બનાવવા પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે...મહેસાણાનાં સાંસદ શારદાબેન પટેલે આ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું....આ પ્લાન્ટ થકી રોજ 5 લાખ લીટર પાણી શુદ્ધ થશે...તેમજ આગામી સમયમાં તબક્કાવાર અન્ય વિસ્તારોમાં પ્લાન્ટ બનાવવામાં આવશે...