OMG! આ દારુડીયા પણ ગજબ હોય છે પણ !! બોલો દારુડીયાએ પ્રગટેલી હોળી પર કાર ચડાવી દીઘી, જુઓ પછી થયું આવું
માણસો પણ ગજબ હોય છે અને તેમા પણ જો પી ગયા હોય એટલે કે દારુ પી ગયા હોય તો તો કહેવું જ શું. ખેડબ્રહ્માના મેત્રાલ ગામમાં પણ આવા પીકેનાં કારણે અજીબ ઘટના બની. દારૂડિયાએ કાર પ્રગટાવેલી હોળ પર ચડાવી દીઘી. હોળી દહનમાં કાર પણ ભળ-ભળ સળગાવી હોવાનો વિડીઓ વાઈરલ થયો. CNG કાર હોળી દાહનમાં સળગતા લોકોમાં અફરાતફરી જોવા મળી. કાર સળગતા લોકોમાં નાસભાગ. લોકોમાં ભય ફેલાતા દર્શન કે પ્રદક્ષિણા કરી નહી. લોકો હોળીથી દૂર ચાલ્યા ગયા હતા. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી.