લોકોએ આ વર્ષે આંતરરાષ્ટ્રીય ટુર પર વધારે ફોકસ કર્યું
ગુજરાતીઓ દિવાળીના વેકેશનમાં ફરવા ચોક્કસ જાય.. જે રીતે બજેટ સેટ થાય એ રીતે આયોજન કરીને ગુજરાતી ફરવા ઉપડી જતો હોય છે... ગત વર્ષે કોરોના બાદ પ્રથમ વખત ટુરિઝમ માર્કેટ ખુલ્યું હતું... પરંતુ ત્યારે લોકો બહાર ઓછા નીકળ્યા હતા... પણ આ વર્ષે એડવાન્સમાં જ બુકિંગ કરાવાનું ચાલુ થઇ ગયું છે... આ વર્ષે અલગ અલગ ત્રણ પ્રકારની ટુર આયોજિત કરવામાં આવી છે... સ્થાનિક ડેસ્ટિનેશનની વાત કરીએ તો લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ગીર સોમનાથ ધોળાવીરા, ધોરડો, દ્વારકા, શિવરાજપુર, માઉન્ટ આબુ સહિતના ડેસ્ટિનેશન પર જવા માટે બુકિંગ કરાવી રહ્યા છે... તો નેશનલની વાત કરીએ તો કાશ્મીર, કેરલા, હિમાચલ પ્રદેશ ઉટી, હરિદ્વાર આંદામાન, નિકોબાર, લેહ લદ્દાખ મશુરી સહિતની ટુર વધારે પસંદ કરી રહ્યા છે... ગત વર્ષ કરતા લગભગ 80 ટકા ટ્રાફિક વધારે હોવાનું ટુર ઓપરેટર જણાવી રહ્યા છે... ગત વર્ષે જે પણ ટુર થઇ તેમાં નેશનલ સ્તરે ટુર વધારે થઇ હતી... પરંતુ આ વર્ષે લોકો આંતરરાષ્ટ્રીય ટુર પર વધારે ફોકસ કરી રહ્યા છે..