રામ ચરણ સિદ્ધિવિનાયકના શરણે, આવનાર ફિલ્મની સફળતા માટે કરી પ્રાથના, જુઓ વિડીયો
બંનેએ વહેલી સવારે મંદિરની મુલાકાત લીધી અને ભગવાન ગણપતિની પૂજા કરી. RRR એક્ટર આગામી તેલુગુ ફિલ્મ ગેમ ચેન્જરમાં જોવા મળશે.
રામ ચરણ 3 ઓક્ટોબરે એક એડ શૂટ માટે મુંબઈ પહોંચ્યા હતા. એક દિવસ પછી, તે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં દેવતાને પ્રાર્થના કરતો જોવા મળ્યો હતો. તેમણે તેમની ટીમ સાથે ખાસ દર્શન કર્યા હતા. તેમના આગમનની જાણ થતા તેમના ચાહકો 'RRR' સ્ટારની ઝડપી ઝલક મેળવવા માટે મંદિરની બહાર એકઠા થયા હતા. તે 48-દિવસની અયપ્પા દીક્ષાને અનુસરી રહ્યો હોવાથી તે ખુલ્લા પગે ચાલતો જોવા મળ્યો હતો.