વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી
વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે...હવામાનની આગાહી મુજબ, આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે...તેમજ રાજ્યમાં વાતાવરણ સામાન્ય રહેશે...મહત્તમ અને લઘુત્તમ તાપમાન એટલે કે દિવસ અને રાતના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.. હાલ જે રીતનું સવારનું તાપમાન છે તેવું જ તાપમાન એટલે કે 36થી 38 ડિગ્રી સુધીનું જ મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. આ સાથે રાતના તાપમાનમાં પણ વધારે ફેરફાર થવાની શક્યતા નથી. લઘુત્તમ તાપમાન પણ આશરે 21થી લઇને 24 સુધી રહેવાની શક્યતા છે...