ICC રેન્કિંગ: ઓસ્ટ્રેલીયા ટેસ્ટમાં જ્યારે ભારત વનડે અને T20માં ટોચ પર

ICCએ શુક્રવારે વાર્ષિક ટીમ રેન્કિંગ અપડેટ જાહેર કર્યું. જેમાં ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ક્રિકેટમાં ટોચના સ્થાને છે, જ્યારે ભારતે સફેદ બોલના બંને ફોર્મેટ એટલે કે વનડે અને T20માં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે

image
X
વર્તમાન ટેસ્ટ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટાઈટલ મેચમાં ભારત સામે 209 રને શાનદાર જીત નોંધાવી હતી. તેણે ભારતને પાછળ છોડીને વાર્ષિક અપડેટમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયા ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને આવી ગઈ છે.

ઓસ્ટ્રેલિયાના 124 પોઈન્ટ છે, તે ગયા વર્ષની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના રનર-અપ ભારત 120 પોઈન્ટ કરતા ચાર પોઈન્ટ આગળ છે. ઈંગ્લેન્ડ 105 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ટેસ્ટ રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકા 103 પોઈન્ટ, ન્યુઝીલેન્ડ 96 પોઈન્ટ, પાકિસ્તાન 89 પોઈન્ટ, શ્રીલંકા 83 પોઈન્ટ, વેસ્ટ ઈન્ડિઝ 82 પોઈન્ટ અને બાંગ્લાદેશ 53 પોઈન્ટ સાથે પોતપોતાના સ્થાન પર છે. વાર્ષિક અપડેટ 2020-21 સીઝનના પરિણામોને છોડી દે છે અને તેમાં મે 2021 પછી પૂર્ણ થયેલ તમામ શ્રેણીનો સમાવેશ થાય છે. 2020-21માં ઓસ્ટ્રેલિયામાં 2-1થી મળેલી જીતને હટાવવાને કારણે ભારત બીજા સ્થાને સરકી ગયું હતું. રેન્કિંગ ટેબલમાં સામેલ થવા માટે ટીમે ત્રણ વર્ષમાં ઓછામાં ઓછી આઠ ટેસ્ટ રમવી પડશે. જો કે, વાર્ષિક અપડેટ પછી, ભારત ODI અને T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ટોચ પર છે. આમાં મે 2023 પહેલા પૂર્ણ થયેલી મેચો માટે 50 ટકા પોઈન્ટ અને તે પછી પૂર્ણ થયેલી મેચો માટે 100 ટકા પોઈન્ટનો સમાવેશ થાય છે.

વનડે રેન્કિંગ
ભારત ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ટોચનું સ્થાન ગુમાવી ચૂક્યું છે પરંતુ વનડે અને T20માં ટોચ પર છે. ભારત વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હોય, પરંતુ તેણે પોતાની લીડ ત્રણથી વધારીને છ પોઈન્ટ કરી લીધી છે.


ટોપ 10માં કોઈ ફેરફાર નથી. વનડે વર્લ્ડ કપ 2023 ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારવા છતાં, તે ટૂર્નામેન્ટમાં સતત 10 જીતે ટીમ ઇન્ડિયાને મદદ કરી. ત્રીજા સ્થાને દક્ષિણ આફ્રિકાને 112 પોઈન્ટ છે, જે ઓસ્ટ્રેલિયાથી માત્ર ચાર રેટિંગ પોઈન્ટ પાછળ છે, જ્યારે પાકિસ્તાન 106 પોઈન્ટ સાથે ચોથા અને ન્યુઝીલેન્ડ 101 પોઈન્ટ સાથે પાંચમાં સ્થાને છે. સાતમા ક્રમે શ્રીલંકા 93 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે રહેલ ઈંગ્લેન્ડના 95 પોઈન્ટથી માત્ર બે પોઈન્ટ પાછળ છે. તે જ સમયે બાંગ્લાદેશ 86 પોઈન્ટ, અફઘાનિસ્તાન 80 પોઈન્ટ અને વેસ્ટ ઈન્ડિઝ 69 પોઈન્ટ સાથે 10માં સામેલ છે.

T20 રેન્કિંગ
T20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં ઑસ્ટ્રેલિયન ટીમે ઇંગ્લેન્ડને બીજા સ્થાને હટાવી દીધું છે, પરંતુ 264 રેટિંગ પોઇન્ટ મેળવનાર ભારતીય ટીમથી તે સાત પોઇન્ટ પાછળ છે. દક્ષિણ આફ્રિકા ચોથા સ્થાને છે, જે ઈંગ્લેન્ડથી બે પોઈન્ટ પાછળ છે. ન્યુઝીલેન્ડના પણ દક્ષિણ આફ્રિકાની જેમ 250 પોઈન્ટ છે, પરંતુ દશાંશ ગણતરીમાં પાછળ છે. વેસ્ટ ઈન્ડિઝના 249 પોઈન્ટ છે. આ કારણે ત્રીજા સ્થાને રહેલી ઈંગ્લેન્ડ અને છઠ્ઠા સ્થાને રહેલી વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે માત્ર ત્રણ પોઈન્ટનો તફાવત છે. પાકિસ્તાનની ટીમ બે સ્થાનના નુકસાન સાથે સાતમા સ્થાને સરકી ગઈ છે. સ્કોટલેન્ડે 192 પોઈન્ટ સાથે જોરદાર છલાંગ લગાવી 12મા સ્થાને પહોંચી ગયું છે. સ્કોટલેન્ડે ઝિમ્બાબ્વેને 191 પોઈન્ટ સાથે પાછળ છોડીને ટોપ-12માં સ્થાન મેળવ્યું હતું.

Recent Posts

બિભવ કુમારને કોઈ રાહત નહીં, તીસ હજારી કોર્ટે ફગાવી આગોતરા જામીન અરજી

સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવ્યો સામે, જાણો શું છે રિપોર્ટમાં

ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા હુમલા પર કન્હૈયા કુમારે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે તંત્રનો મહત્વનો નિર્ણય, હવે અહીં લગાવવામાં આવશે મીટર

જાણો કેમ થઈ રહ્યું છે IDFC અને IDFC ફર્સ્ટ બેન્કનું મર્જર, રોકાણકારોની મંજૂરી પછી શું થશે?

Ahmedabad: દરિયાપુરમાં મદરેસાનો સરવે કરી રહેલા આચાર્ય પર ટોળાએ કર્યો હુમલો, મામલો પોલીસ મથકે પહોંચ્યો

રાજસ્થાનના મંત્રીએ પોતાની જ સરકાર પર ઉઠાવ્યા ગંભીર સવાલ, જાણો શું છે મામલો

INDIA એલાયન્સે PM ઉમેદવારનું નામ નક્કી કર્યું ! ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવો

અમદાવાદ અને વડોદરામાં ઇન્કમટેક્સના દરોડા, ખુરાના ગ્રૂપ અને માધવ કન્સ્ટ્રક્શન પર ITનું સર્ચ ઓપરેશન