જાણો કેમ કોંગ્રેસના નેતા વલસાડના ધરમપુરથી સભાની કરે છે શરૂઆત, જાણો ઇતિહાસ

વલસાડ બેઠક પર એવી માન્યતા રહી છે કે વલસાડ બેઠક જે જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે.વર્ષ-1962થી આ બાબત સાચી ઠરતી રહી છે. વલસાડ બેઠકના પરિણામ પર કેન્દ્રિય સરકાર રચાય છે એનો આધાર પણ છે. વર્ષ 1977 -જનતા પાર્ટીના ઉમેદવાર નનુભાઈ પટેલ વિજેતા થયા અને મોરારજી દેસાઇની સરકાર રચાઇ. બીજી તરફ વર્ષ 2004 અને 2009ની લોકસભા ચૂંટણી કોંગ્રેસના કિશન પટેલે જીતી હતી અને કેન્દ્રમાં UPAની સરકાર બની હતી.

image
X
નિકેત સંઘાણી, અમદાવાદ/ આમ તો અંધશ્રદ્ધાને રાજકારણમાં કોઈ સ્થાન હોતું નથી. પરંતુ અમુક ઘટના એવી હોય છે કે આજે 21મી સદીમાં પણ માનવું જ પડે છે. આવી જ એક એવી માન્યતા છે કે જે આજે પણ સાચી પડે છે. વલસાડ બેઠકને લઈ એક એવી માન્યતા છે કે આ બેઠક પર જે પક્ષના ઉમેદવાર જીતે છે એ પક્ષની બને છે સરકાર. ત્યારે બીજી તરફ કોંગ્રેસ માટે વલસાડના ધરમપુરનું લાલડુંગરી મેદાન પણ ખાસ છે. આ મેદાન પર ઇન્દિરા ગાંધી, રાહુલ ગાંધી અને હવે પ્રિયંકા ગાંધી સભા સંબોધશે. 

લોકસભાની ચૂંટણીને લઈ દિલ્હીના નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં 7 મે ના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે ચૂંટણીને લઈને હવે 27 એપ્રિલના વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધી જનસભા સંબોધશે.  ગત ચૂંટણીમાં રાહુલ ગાંધીએ અહીથી સભા સંબોધી હતી. કોંગ્રેસનું આ બેઠક પર ફોકસ વધુ છે. 

વલસાડ બેઠક પર એવી માન્યતા રહી છે કે વલસાડ બેઠક જે જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે.વર્ષ-1962થી આ બાબત સાચી ઠરતી રહી છે.   વલસાડ બેઠકના પરિણામ પર કેન્દ્રિય સરકાર રચાય છે એનો આધાર પણ છે. વર્ષ 1977 -જનતા પાર્ટીના ઉમેદવાર નનુભાઈ પટેલ વિજેતા થયા અને મોરારજી દેસાઇની સરકાર રચાઇ. બીજી તરફ વર્ષ 2004 અને 2009ની લોકસભા ચૂંટણી કોંગ્રેસના કિશન પટેલે જીતી હતી અને કેન્દ્રમાં UPAની સરકાર બની હતી. તો 2014 અને 2019ની બંને લોકસભા ચૂંટણીમાં ભાજપના કે. સી. પટેલ વિજેતા બન્યા હતા અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વનાં NDAની સરકાર રચાઈ છે.

લાલ ડુંગરી મેદાન કોંગ્રેસ માટે ખાસ 
વલસાડ લોકસભા બેઠકનું કોંગ્રેસ માટે અલગ ફોકસ છે. જેના પાયા 1980માં છે.  જ્યારે ઇન્દિરા ગાંધી 1975ની કટોકટી બાદ પુનઃ રાજકીય રીતે સશક્ત બનતા હતા. 1980ની વચગાળાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીને પોતાને ફરીથી તાકાતવાર નેતા તરીકે પ્રસ્થાપિત થવા માટે યોગ્ય સ્થળની આવશ્યકતા હતી. આ સમયે કોગ્રેસે અને ઇન્દિરા ગાંધીએ 1980ની વચગાળાની ચૂંટણીના પ્રચાર અભિયાનનો આરંભ લાલ ડુંગરી મેદાનથી કર્યો હતો. અને  ઇતિહાસ રચાયો.  1980માં ઇન્દિરા ગાંધી ફરી સત્તાના સિંહાસન પર પહોંચ્યા. 
ઇન્દિરા ગાંધીએ સત્તા મેળવ્યાના ચાર દાયકા બાદ 2019માં તેમના પૌત્ર રાહુલ ગાંધીએ 14, ફેબ્રુઆરી - 2019ના રોજ લાલ ડુંગરી મેદાનથી ચૂંટણી પ્રચારના પડઘમ પાડ્યા હતા. કમનસીબે 2019માં કોંગ્રેસે એ કરિશ્મો ન બતાવી શકી. ત્યારે હવે 2024માં પ્રિયંકા ગાંધી આ મેદાનમાં સભા સંબોધશે.

Recent Posts

Bhvanagar : મહુવા તાલુકામાં ડુંગળીના કારખાના માલિકોએ કર્યો નવતર પ્રયાસ

Narmada : રાજપીપળામાં શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Loksabha Election 2024 : શોભનાબેન બારૈયાના સમર્થનમાં બાઈક રેલી યોજાઈ

PM મોદી રામલ્લાના દર્શન કરશે, બાદ ભવ્ય રોડ શો કરશે

Loksabha Election 2024 : ગરમીને ધ્યાને રાખી ચૂંટણીતંત્ર દ્વારા દરેક બુથ પર વિશેષ વ્યવસ્થા કરાશે

નિજ્જરની હત્યા સાથે ભારતને કોઈ લેવાદેવા નથી :એસ જયશંકર

News @7AM | tv13 Gujarati | 05-05-2024

અંક જ્યોતિષ/ 05 મે 2024 : આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 05 મે 2024: આ રાશિના જાતકો રોકાણ કરતાં પહેલા ચેતજો, થઈ શકે છે નુકશાન

આજનું પંચાંગ/ 05 મે 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ