Loksabha Election 2024: Suratમાં BJP નું ઓપરેશન ઓલઆઉટ સફળ, સુરત બેઠક બિનહરીફ !

સુરત લોકસભા બેઠકની ચૂંટણીમાં ઝંપલાવનાર 15 ઉમેદવારો પૈકી ફોર્મ ચકાસણી દરમિયાન છ ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બાદ કરતા 8 ઉમેદવારો ચૂંટણી મેદાન છોડ્યું છે.

image
X
લોકસભાની ચૂંટણીને લઈ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. આજે ફોર્મ પરત ખેચવાનો અંતિમ દિવસ છે. આ દરમિયાન સુરત બેઠક પર ગઈ કાલે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું. ત્યારે બીજી તરફ સુરત બેઠક પર ભાજપ સિવાય તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેચી લીધું છે. ત્યારે હવે ભાજપને આ બેઠક મળી ગઈ છે. 

સુરત લોકસભા બેઠક પર નિલેશ કુંભાણીના ફોર્મ રદ થયા બાદ ભાજપની નજર બાકીના 8 ઉમેદવારો પર હતી. જો કે આજે તમામ 8 અપક્ષ ઉમેદવાર ફોર્મ પરત ખેચી લીધા છે.  તો મુકેશ દલાલ વન વે જીત મેળવી છે. ત્યારે સવારમાં જ સુરતમાં અપક્ષ સહિત ૮ ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફૉર્મ પરત ખેંચ્યા છે. હવે માત્ર 1 ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાના બાકી છે. ત્યારે હવે પ્યારેલાલ ભરતીએ પણ પોતાની ઉમેદવરી પરત ખેચી છે.  સુરતમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય બાદ 4 અપક્ષ અને અને 4 અલગ અલગ પાર્ટીના ઉમેદવાર મેદાને હતા. ત્યારે હવે આ બેઠક ભાજપના પલડામાં આવિ છે. સુરત બેઠક પર ઇતિહાસ રચાયો છે. 
 
લોકસભા 26 બેઠકો પર ઉમેદવારી પત્રક ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં રાજ્યની લોકસભાની 26 અને વિધાનસભા પેટાચૂંટણીની પાંચ બેઠકો પરના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. સુરત લોકસભા બેઠકની ચૂંટણીમાં ઝંપલાવનાર 15 ઉમેદવારો પૈકી ફોર્મ ચકાસણી દરમિયાન છ ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બાદ કરતા 8 ઉમેદવારો ચૂંટણી મેદાન છોડ્યું છે. 

Loksabha Election 2024: દાહોદ બેઠક પર જામશે ચૂંટણીનો જંગ, જાણો આ બેઠકનું સમીકરણ

તા. 20 અને તા. 21 એપ્રિલ, 2024ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય ઠર્યા છે. જેમાં 6-ગાંધીનગર લોકસભા બેઠક પર સૌથી વધુ 30 ઉમેદવારો તથા 23-બારડોલી (અ.જ.જા) લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો માન્ય ઠર્યા છે.26-વિજાપુર બેઠક પર સૌથી વધુ 8 જ્યારે 85-માણાવદર અને 108-ખંભાત બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવારો માન્ય ઠર્યા છે. 

FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM

Recent Posts

માંડવી બીચ પર પેરાગ્લાઇડીંગની મજા બની મોતની સજા, ઝારખંડના પ્રવાસીનું મોત

સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવ્યો સામે, જાણો શું છે રિપોર્ટમાં

ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા હુમલા પર કન્હૈયા કુમારે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે તંત્રનો મહત્વનો નિર્ણય, હવે અહીં લગાવવામાં આવશે મીટર

Nadiad : કેદારનાથ યાત્રા માટે 83 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા બાદ ટિકિટ ના આપી હોવાની ફરિયાદ

Ahmedabad : મદ્રેસામાં બિન મુસ્લિમ બાળકો આવતા હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી

Morbi : ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના આદેશને પગલે 3 મદ્રેસામાં ચેકીંગ હાથ ધરાઇ

Ahmedabad : સમગ્ર રાજ્યની મદ્રેસામાં સર્વેની કામગીરી શરૂ

જાણો કેમ થઈ રહ્યું છે IDFC અને IDFC ફર્સ્ટ બેન્કનું મર્જર, રોકાણકારોની મંજૂરી પછી શું થશે?