Loksabha Election 2024: દાહોદ બેઠક પર જામશે ચૂંટણીનો જંગ, જાણો આ બેઠકનું સમીકરણ

લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. ત્યારે ઊગતા સુર્યના પ્રદેશ તરીકે જાણીતા દાહોદની ચૂંટણીને લઈને રાજકીય સમીકરણો તૈયાર થયા છે. ભાજપે આ બેઠક પર જશવંતસિંહ ભાંભોરને રિપીટ કર્યા છે. બીજી તરફ કોંગ્રેસે આ બેઠક પર પોતાના પૂર્વ સાંસદ પ્રભાબેન તવિયાડને મેદાને ઉતાર્યા છે.

image
X
લોકસભાની ચૂંટણીને લઈને પ્રચારની કામગીરી સતત ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. ત્યારે ઊગતા સુર્યના પ્રદેશ તરીકે જાણીતા દાહોદની ચૂંટણીને લઈને રાજકીય સમીકરણો તૈયાર થયા છે. ભાજપે આ બેઠક પર જશવંતસિંહ ભાંભોરને રિપીટ કર્યા છે. બીજી તરફ કોંગ્રેસે આ બેઠક પર પોતાના પૂર્વ સાંસદ  પ્રભાબેન તવિયાડને મેદાને ઉતાર્યા છે. 

લોકસભાની દાહોદ બેઠક પર કુલ 17 વખત ચૂંટણી યોજાઇ ચૂકી છે. જેમાં કોંગ્રેસનું પલડું ભારે છે.  છેલ્લી બે ટર્મથી લોકસભાની આ બેઠક પર ભાજપનો વોટશેર સતત વધી રહ્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે કોંગ્રેસનું સમીકરણ મતદાનમાં તાળો મેળવશે કે પછી ભાજપ આ બેઠક પર જીતની હેટ્રીક કરશે. 

દાહોદ ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ ખાસ માનવામાં આવે છે. ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે ઓળખાતા દાહોદને ગુજરાતના ઉગતા સૂર્યના પ્રદેશ તરીકે ઓળખાય છે. રાજ્યમાં સૌ પ્રથમ સૂર્ય કિરણ દાહોદમાં પડે છે. દાહોદ એ મોગલ બાદશાહ અકબરના જન્મસ્થાન તરીકે પણ ઓળખાય છે. આદિવાસી વિસ્તાર તરીકે જાણીતા દાહોદ જિલ્લો 2 ઓક્ટોબર - 1997ના રોજ અસ્તિત્વમાં આવ્યો. એવું મનાય છે કે, દાહોદની દૂધીમતી નદી કિનારે દધિચી ઋષિએ તપ કર્યું હતું.

 પક્ષપલટુને ચખાડે છે હારનો સ્વાદ 
દાહોદ લોકસભા બેઠક પર સૌથી વધુ વખત સાંસદ રહેવાનો રેકોર્ડ સોમજીભાઈ ડામોરના નામે છે. તે આ બેઠક પરથી તે કોંગ્રેસમાંથી  સતત 7 ટર્મ સુધી વિજેતા થયા હતા.  ત્યારે વર્ષ 2004માં ભારતીય નવશક્તિ પાર્ટીમાંથી ચૂંટણી લડી હતી પરંતુ દાહોદની જનતાએ તેમને સ્વીકાર્યા ન હતા. 7 વખત રહી ચૂકેલા સાંસદને 2004ની ચૂંટણીમાં 50,000 મત મળ્યા ન હતા.  ત્યાર બાદની ચૂંટણીમાં એટલે 2009માં સોમજીભાઈ ભાજપમાં જોડાઈ અને મેદાને ઉતર્યા. પરંતુ જનતાએ ફરી અ સ્વીકાર કર્યો. અને હારનો સામનો કરવો પડ્યો.  બીજી તરફ ભાજપના કટારા 2019માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને હારનો સ્વાદ ચાખવો પડ્યો. 

દાહોદ સીટ પર સૌથી વધુ પક્ષપલટુ રહ્યા
આ સીટ પર પક્ષપલટુઓ સૌથી વધારે ચૂંટણી લડ્યા છે. સાત ટર્મ કોંગ્રેસમાંથી જીતેલા સોમજી ડામોર 2009માં ભાજપમાંથી લડ્યા હતા. તેમની સામે પ્રભાબેન તાવિયાડ કોંગ્રેસમાંથી લડ્યાં ને જીત્યાં. તો 2004માં ભાજપમાંથી જીતેલા બાબુ કટારા કોંગ્રેસમાં જોડાયા ને 2019માં તેઓ કોંગ્રેસમાંથી લડ્યા, પણ જસવંતસિંહ ભાભોર સામે હારી ગયા. સોમજી ડામોર 16માંથી 9 ચૂંટણી લડ્યા. 7 જીત્યા, બે હાર્યા. એકવાર કોંગ્રેસમાંથી હાર્યા, બીજીવાર ભાજપમાંથી હાર્યા. કોંગ્રેસમાંથી જીતેલા અને ભાજપમાંથી હારેલા સોમજી ડામોર 2005થી શરદ પવારની NCPમાં જોડાયા હતા.  


વોટશેર 
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 42.1 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 54.2 ટકા વોટ મળ્યા હતા.
વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 31.1 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 56.8 ટકા વોટ મળ્યા હતા.
વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 46.9 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 35.9 ટકા વોટ મળ્યા હતા.
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 45.5 ટકા મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 47.2 ટકા મત મળ્યા હતા. 
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 42.2 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 41.6 ટકા વોટ મળ્યા હતા. 

વિધાનસભા 
સંતરામપૂર BJP ના ઉમેદવાર કુબેર ડીંડોર વિજેતા થયા 
ફતેપુરા  BJP ના ઉમેદવાર રમેશભાઈ કટારા વિજેતા થયા 
ઝાલોદ BJP ના ઉમેદવાર મહેશભાઇ ભૂરિયા વિજેતા થયા  
લીમખેડા- BJP ના ઉમેદવાર શૈલેશભાઈ ભાભોર  વિજેતા થયા 
દાહોદ - BJP ના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી વિજેતા થયા  
ગરબાડા- BJP ના ઉમેદવાર મહેન્દ્રભાઇ ભાભોર વિજેતા થયા 
દેવગઢબારિયા- BJP ના ઉમેદવાર બચુભાઈ ખાબડ વિજેતા થયા    


વર્ચસ્વની લડાઈમાં કોણ મોખરે 
વર્ષ 1957- કોંગ્રેસના ઉમેદવાર જળજીભાઈ ડીંડોદ વિજેતા થયા 
વર્ષ 1962- સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર પી. એચ. ડી. ભીલ વિજેતા થયા 
વર્ષ 1962ની પેટા ચૂંટણીમાં સ્વતંત્ર પાર્ટીના હીરાભાઈ વિજેતા થયા 
વર્ષ 1967 કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભાળજીભાઈ પરમાર વિજેતા થયા 
વર્ષ 1971 કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભાળજીભાઈ પરમાર વિજેતા થયા 
વર્ષ 1977 કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સોમજીભાઈ ડામોર વિજેતા થયા 
વર્ષ 1980 કોંગ્રેસ (આઈ) પક્ષના ઉમેદવાર સોમજીભાઈ ડામોર વિજેતા થયા 
વર્ષ 1984 કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સોમજીભાઈ ડામોર વિજેતા થયા 
વર્ષ 1989 કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સોમજીભાઈ ડામોર વિજેતા થયા 
વર્ષ 1991 કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સોમજીભાઈ ડામોર વિજેતા થયા 
વર્ષ 1996  કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સોમજીભાઈ ડામોર વિજેતા થયા 
વર્ષ 1998  કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સોમજીભાઈ ડામોર વિજેતા થયા 
વર્ષ 1999- ભાજપના ઉમેદવાર બાબુભાઇ કટારા વિજેતા થયા 
વર્ષ 2004- ભાજપના ઉમેદવાર બાબુભાઇ કટારા વિજેતા થયા 
વર્ષ 2009- કોંગ્રેસના ઉમેદવાર ડૉ. પ્રભાબેન તવિયાડ વિજેતા થયા. 
વર્ષ 2014 - ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર વિજેતા થયા 
વર્ષ 2019-  ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર વિજેતા થયા 
 
દાહોદ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 17 વખત લોકસભાની ચૂંટણી યોજાઇ છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર સૌથી વધુ વખત જીત્યા છે. આ બેઠક પર કોંગ્રેસ 11 વખત ચૂંટણી જીત્યું છે. બીજી તરફફ આ બેઠક પર ભાજપ 4 વખત અને સ્વતંત્ર પક્ષ બે વખત ચૂંટણી જીત્યું છે.  32 વર્ષ કોંગ્રેસે આ બેઠક પર રાજ કર્યુ છે. છેલ્લા 100 વર્ષથી અહી ભાજપનું શાસન છે. 

વ્યક્તિનું અલગ મહત્વ 
સોમાભાઇ ડોમોર દાહોદ બેઠક પરથી સૌથી વધુ વાર જીત મેળવનાર સાંસદ હતા. તેમને દાહોદ લોકસભા બેઠક પર પ્રથમ વર્ષ 1980માં ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં સોમાભાઇ ડામોરે જેએનપી પક્ષના ગોવિંદસિંહ નિનામાને હરાવીને પ્રથમ જીત મેળવી હતી. ત્યાર બાદ સોમાભાઇ ડામોર વર્ષ 1980 થી લઇને 1998 સુધી દાહોદ બેઠક પર જીતતા આવ્યા હતા. પરંતુ વર્ષ 1999ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બાબુભાઇ કટારાએ સોમાભાઇ ડામોરને હરાવીને જીત મેળવી હતી.
જાણો સાંસદનું રિપોર્ટ કાર્ડ 
ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોરે લોકસભાના 273 દિવસના કાર્યકાળમાંથી 241 દિવસ હાજરી આપી અને આ દરમિયાન 281 પ્રશ્ન પૂછ્યા હતા.  

Recent Posts

Bhvanagar : મહુવા તાલુકામાં ડુંગળીના કારખાના માલિકોએ કર્યો નવતર પ્રયાસ

Narmada : રાજપીપળામાં શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Loksabha Election 2024 : શોભનાબેન બારૈયાના સમર્થનમાં બાઈક રેલી યોજાઈ

PM મોદી રામલ્લાના દર્શન કરશે, બાદ ભવ્ય રોડ શો કરશે

Loksabha Election 2024 : ગરમીને ધ્યાને રાખી ચૂંટણીતંત્ર દ્વારા દરેક બુથ પર વિશેષ વ્યવસ્થા કરાશે

નિજ્જરની હત્યા સાથે ભારતને કોઈ લેવાદેવા નથી :એસ જયશંકર

News @7AM | tv13 Gujarati | 05-05-2024

અંક જ્યોતિષ/ 05 મે 2024 : આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 05 મે 2024: આ રાશિના જાતકો રોકાણ કરતાં પહેલા ચેતજો, થઈ શકે છે નુકશાન

આજનું પંચાંગ/ 05 મે 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ