Loksabha Election 2024: બારડોલી બેઠક પર કોનું પલડું ભારે? જાણો આ બેઠકનું રાજકીય સમીકરણ

બારડોલી લોકસભા બેઠક વર્ષ 1952 થી 2008 સુધી માંડવી બેઠક હેઠળ આવતી હતી. પરંતુ નાવા સીમાંકન બાદ આ બેઠક વર્ષ 2008માં અસ્તિત્વમાં આવી. ત્યાર બાદ વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. ત્યાર બાદ વર્ષ 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા.

image
X
લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો સતત જનતા સુધી જવાના પ્રયાસો કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા જ નવા નવા રાજકીય સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. ત્યારે બારડોલી બેઠક પર ભાજપે પ્રભુ વસાવાને મેદાને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે આ બેઠક પર સમીકરણ બદલ્યું છે અને સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર ત્રીજા તબક્કામાં 7 મી મે ના રોજ મતદાન થશે. ત્યારે આ બેઠક પર એક વખત કોંગ્રેસ અને બે વખત ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. 

બારડોલી સરદાર વલ્લભભાઈ પટેલને કારણે વધુ ચર્ચામાં રહ્યું હતું. અંગ્રેજો દ્વારા નાખવામાં આવેલા આકરા વેરા સામે સરદાર પટેલ દ્વારા ચલાવવામાં આવેલી ના-કરની લડતને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત બારડોલી રાજકીય દ્રષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે.  આઝાદી પહેલા વર્ષ 1928માં થયેલા બારડોલી સત્યાગ્રહ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના બારડોલીમાં ઘટેલી એક મહત્વપૂર્ણ ઘટના છે. આ સત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. આની સફળતાને કારણે વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યાં અને દેશના સરદાર તરીકે ઓળખાયા હતા. 

વર્ષ 2008થી અસ્તિત્વમાં આવી 
આઝાદી બાદ 1957માં માંડવી લોકસભા તરીકે અસ્તિત્વમાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2008 પછીના સમયમાં મતવિસ્તાર પુન:રચનાને કારણે આ બેઠકના સ્થાને બારડોલી લોકસભાની રચના થઇ હતી. અનુસુચિત જનજાતિ માટે અનામત બેઠક છે. આ બેઠકમાં સુરત અને તાપી જિલ્લા ઉપરાંત સુરત શહેરના કેટલાક વિસ્તારનો સમાવેશ થાય છે.

બારડોલી વિસ્તારમાં સહકારી ક્ષેત્રનો વિકાસ વધુ જોવા મળે છે. અહીંના રાજકારણમાં સહકારિતાનો પ્રભાવ રહેલો છે. બારડોલી લોકસભા વિસ્તારમાં સહકારી સુગર મિલો કાર્યરત છે. આ ઉપરાંત સુરતની સુમુલ ડેરી અને સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના કાર્યનો મોટો વિસ્તાર આ બેઠક હેઠળ આવે છે. 

વિધાનસભાનું સમીકરણ 
બારડોલી લોકસભા બેઠક હેઠળ કુલ 7 લોકસભાની બેઠકો આવેલી છે. આ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. 

માંગરોળ- ભાજપના ઉમેદવાર ગણપતભાઈ  વસાવા વિજેતા થયા 
માંડવી - ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ હળપતિ વિજેતા થયા 
કામરેજ- ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનશેરીયા વિજેતા થયા  
બારડોલી- ભાજપના ઉમેદવાર ઈશ્વરભાઈ પરમાર વિજેતા થયા  
મહુવા - ભાજપના ઉમેદવાર શિવાભાઈ ગોહિલ વિજેતા થયા 
વ્યારા- ભાજપના ઉમેદવાર મોહનભાઇ કોકણી વિજેતા થયા   
નિઝર- ભાજપના ઉમેદવાર ડો.જયરામભાઈ ગામીત વિજેતા થયા

વોટશેર 
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 39.7 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 56.1 ટકા વોટ મળ્યા હતા 
વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 41.3 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 51.7 ટકા વોટ મળ્યા હતા 
વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 47.9 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 40.8 ટકા વોટ મળ્યા હતા
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 40.1 ટકા વોટ મળ્યા હતા. ભાજપને 48.5 ટકા વોટ મળ્યા હતા. 
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 45.6 ટકા વોટ મળ્યા હતા. ભાજપને 46.5 ટકા વોટ મળ્યા હતા. 

જ્ઞાતીનું સમીકરણ 
આદિવાસી સમાજના પ્રભુત્વવાળી આ બેઠક છે. હળપતિ, ગામિત, વસાવા, ચૌધરી મતદારોનો પ્રભાવ છે. અહીં જનરલ અને બક્ષીપંચ મતદારો પણ નિર્ણાયક છે.  આ ઉપરાંત જનરલના પણ મતદારો સરેરાશ પ્રમાણમાં છે.

વર્ષ 2019ની ચૂંટણી
2019માં ભાજપના પ્રભુ વસાવાને 7,42,273 મત મળ્યા હતા, જેની સામે કોંગ્રેસના તુષાર ચૌધરીને 5,26,826 મત મળ્યા. ભાજપના ઉમેદવારને 55.06 ટકા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 39.08 ટકા મત મળ્યા હતા. વર્ષ 2019માં બસપા, અપક્ષ અને નોટામાં પણ સરેરાશ 14 હજાર મત પડ્યા.  

જાણો કોનું પલડું ભારે 
બારડોલી લોકસભા બેઠક વર્ષ 1952 થી 2008 સુધી માંડવી બેઠક હેઠળ આવતી હતી. પરંતુ નાવા સીમાંકન બાદ આ બેઠક વર્ષ 2008માં અસ્તિત્વમાં આવી. ત્યાર બાદ વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. ત્યાર બાદ વર્ષ 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા. 

વર્ષ 2009- કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી વિજેતા થયા 
વર્ષ 2014- ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા વિજેતા થયા 
વર્ષ 2019- ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા વિજેતા થયા 

પ્રભુભાઈ વસાવાનું રિપોર્ટ કાર્ડ 
પ્રભુભાઈ વસાવા બારડોલી બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા, 5 વર્ષ દરમિયાન તેમણે સાંસદમાં 81 ટકા હાજરી આપી છે. આ સાથે તેણે 99 સવાલો પૂછ્યા છે. 

જાણો ઉમેદવારને 
પ્રભુ વસાવાએ રાજકીય કારકિર્દી કોંગ્રેસ સાથે શરૂ કરી હતી. માંડવી વિધાનસભામાં કોંગ્રેસ તરફથી બે ટર્મ ચૂંટાયા હતાં. ત્યારબાદ 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા અને બાદમાં બારડોલી લોકસભામાં ભાજપની ટિકિટ પર જીત્યા હતા. તેમણે 2019માં પણ જીત મેળવી હતી. હવે ભાજપે પ્રભુ વસાવાને ત્રીજી વાર રીપિટ કર્યા છે. તેમની સંગઠનક્ષેત્રે પણ પકડ મજબૂત છે. પ્રભુ વસાવાની છેલ્લી બે ચૂંટણીમાં જીત થઈ છે. 
કોંગ્રેસે પૂર્વ સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરીના પુત્ર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીને ટિકિટ આપી છે. હાલ વ્યારા ખાતે રહેતાં સિદ્ધાર્થ ચૌધરી જુદી જુદી સંસ્થા સાથે જોડાયેલા છે. સિદ્ધાર્થ ચૌધરી બી. ઈ. મિકેનિકલ અને એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તથા વ્યારા ખેડૂત સહકારી જિન, સુમુલ ડેરી, ગુજરાત ખેત વિકાસ પરિષદ, વ્યારા એપીએમસી જેવી કેટલીય સહકારી સંસ્થા સાથે સંકળાયેલા છે. સિદ્ધાર્થ ચૌધરી વર્ષ 2018થી 2020ના સમય ગાળામાં વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા હતા અને સને 2010થી 2015 સુધી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે સેવા આપી હતી અને યુથ કોંગ્રેસ સાથે પણ ઘણા સમયથી સંકળાયેલા છે. હાલમાં 2021થી તાપી જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે કાર્ય કરી રહ્યા છે. 


Recent Posts

નિજ્જરની હત્યા સાથે ભારતને કોઈ લેવાદેવા નથી :એસ જયશંકર

News @7AM | tv13 Gujarati | 05-05-2024

અંક જ્યોતિષ/ 05 મે 2024 : આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 05 મે 2024: આ રાશિના જાતકો રોકાણ કરતાં પહેલા ચેતજો, થઈ શકે છે નુકશાન

આજનું પંચાંગ/ 05 મે 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

Loksabha Election 2024: દિલ્હીમાં ચૂંટણી માટે AAPએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, કેજરીવાલ પણ લિસ્ટમાં

કાશ્મીરના પૂંચમાં સુરક્ષાદળોના વાહન પર આતંકી હુમલો, 5 જવાન ઘાયલ

GT vs RCB: મિયાં ભાઈનો મેજિક ચાલ્યો , પાવરપ્લે સુધીમાં ગુજરાતના 3 વિકેટે 23 રન

T20 WC 2024: કદાચ! ભારતના આ ખેલાડીઓનો છેલ્લો વર્લ્ડકપ !!!

Exclusive | Debate | ચર્ચા છડે ચોક - કાલે પ્રચાર પડઘમ શાંત હવે શું ?