LokSabha Election 2024 : ચૂંટણી દરમિયાન મતદાનમથક પર મતદારોને મળશે ઠંડક, તંત્ર દ્વારા કરાશે મંડપ અને કૂલરની વ્યવસ્થા

LokSabha Election 2024 : અમદાવાદ જિલ્લામાં ચૂંટણીના દિવસે 1995 મતદાન મથકો પર મંડપ અને 778 મતદાન મથકો પર કૂલરની સુવિધા કરવામાં આવશે.

image
X
ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદાન કરવા આવનાર નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એ માટે ચૂંટણી તંત્ર દ્વારા સૌપ્રથમ વખત ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હીટવેવની આગાહીને જોતાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં મતદારોને મતદાન કરવાની લાઈનમાં ગરમીમાં રાહત માટે ચૂંટણી તંત્ર દ્વારા સૌપ્રથમવાર ખાસ આયોજન કરાયું છે.
અમદાવાદ જિલ્લામાં કુલ 1995 મતદાન મથકો પર મંડપની વ્યવસ્થા અને ત્રણ કે તેથી વધારે બુથ ધરાવતા 778 મતદાન મથકો પર કૂલરની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ દિવસે દરેક મતદાન મથક દીઠ પીવાના પાણીના પાંચ-પાંચ જગની વ્યવસ્થા કરાશે અને દરેક મતદાન મથકો પર પૂરતા પ્રમાણમાં ORS પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત લોકોના આરોગ્યની જાળવણી માટે દરેક રૂટ પર સેક્ટક ઓફિસર સાથે એક આરોગ્ય શાખાના કર્મચારી રાખવામાં આવશે. ગરમીની સીઝનમાં ભોગ બનનાર વ્યક્તિના લક્ષણોની ઓળખ તથા તે માટે શું સારવાર આપવી તે પોલિંગ સ્ટાફને સેકન્ડ ટ્રેનિંગ વખતે આરોગ્ય ખાતાની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી છે. 
મતદાન મથકો સિનિયર સિટીઝનો અને 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકો માટે 2,438 જેટલી વ્હીલ ચેરની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને દરેક મતદાન મથક દીઠ બે વોલીન્ટિયર્સની વ્યવસ્થા રાખવામાં આવી છે. મતદારોની સાથે સાથે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વિધાનસભા કક્ષાએ વેલ્ફેર નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી છે. દરેક વિધાનસભા કક્ષાએ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. ચૂંટણીના દિવસે મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર વ્યાપક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

Recent Posts

બિભવ કુમારની ધરપકડ પર પહેલીવાર કેજરીવાલનું નિવેદન આવ્યું સામે, કાલે જશે BJP હેડક્વાટર

બિભવ કુમારને કોઈ રાહત નહીં, તીસ હજારી કોર્ટે ફગાવી આગોતરા જામીન અરજી

માંડવી બીચ પર પેરાગ્લાઇડીંગની મજા બની મોતની સજા, ઝારખંડના પ્રવાસીનું મોત

સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવ્યો સામે, જાણો શું છે રિપોર્ટમાં

ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા હુમલા પર કન્હૈયા કુમારે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે તંત્રનો મહત્વનો નિર્ણય, હવે અહીં લગાવવામાં આવશે મીટર

Nadiad : કેદારનાથ યાત્રા માટે 83 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા બાદ ટિકિટ ના આપી હોવાની ફરિયાદ

Ahmedabad : મદ્રેસામાં બિન મુસ્લિમ બાળકો આવતા હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી

Morbi : ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના આદેશને પગલે 3 મદ્રેસામાં ચેકીંગ હાથ ધરાઇ