Loksabha Election 2024: રાજકોટના રણમેદાનમાં કોણ મારશે બાજી? જાણો આ બેઠકનો ઇતિહાસ અને સમીકરણ

રાજકોટ બેઠક હવે વીઆઇપી બેઠક બની છે. એક તરફ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા છે. ટો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજનેતા પરેશ ધાનાણી છે. વર્ષ 2002 અને 2024ને અલી એવું કહેવાય છે કે, યોદ્ધા એ જ છે પરંતુ રણસંગ્રામ અને રણમેદાન અલગ છે.

image
X
નિકેત સંઘાણી, અમદાવાદ/ લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. ચૂંટણીને લઈને ઉમેદવારો પ્રચારના કામમાં લાગી ચૂક્યા છે. રાજકોટ બેઠક પર ભાજપે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે. રાજકોટ બેઠક પર  પરેશ ધાનાણીને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે. ત્યારે કડવા પાટીદાર સામે લેઉવા પાટીદાર વચ્ચે જંગ જામશે. 
 
રાજકોટ લોકસભા બેઠકમાં મોરબી જીલ્લાનો ભાગ અને રાજકોટ જિલ્લાના ભાગનો સમાવેશ થાય છે. રાજકોટ લોકસભા મતવિસ્તારનો સાક્ષરતા દર 68.96% છે . રાજકોટ સંસદીય બેઠક પર ગ્રામીણ મતદારો આશરે 740,359 છે જે 2011ની વસ્તી ગણતરી મુજબ આશરે 39.3% છે જ્યારે શહેરી મતદારો આશરે 1,143,507 છે જે 2011ની વસ્તી ગણતરી મુજબ લગભગ 60.7% છે. 2019ની સંસદની ચૂંટણીમાં રાજકોટ સંસદીય બેઠક પર મતદારોનું મતદાન - 63.1% હતું.  જ્યારે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું નહોતું ત્યારે  મુંબઈ રાજ્યમાં જ સૌરાષ્ટ્રનો સમાવશે થયો હતો. આ દરમિયાન  રાજકોટ બેઠકને મધ્ય સૌરાષ્ટ્ર લોકસભા બેઠક તરીકે ઓળખવામાં આવતી હતી.  

રાજકોટે આપ્યા ચાર મુખ્યમંત્રી 
રાજકોટ લોકસભા હેઠળ આવતી બેઠકોએ સૌરાષ્ટ્ર/ ગુજરાતને ચાર મુખ્યમંત્રી આપ્યા છે. એક રાજ્યપાલ અને એક વડાપ્રધાન આપ્યા છે .વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પહેલી વિધાનસભાની ચૂંટણી રાજકોટથી લડી હતી અને વિજેતા બન્યા હતા. ત્યારે બાદ તે મુખ્યમંત્રી બન્યા અને વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા.  વિજય રૂપાણી પણ રાજકોટથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આ સાથે વજુભાઈ વાળા પણ રાજકોટથી વિધાનસભાની ચૂંટણી જીત્યા છે. હવે વાત રહી ત્રીજા મુખ્યમંત્રીની તો વર્ષ 1962માં કોગ્રેસના ઉમેદવાર ઉછરંગરાય ઢેબર આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. તેઓ ગુજરાત રાજ્યની સ્થાપના પહેલા સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. આ ઉપરાંત કેશુભાઈ પટેલ પણ રાજકોટ જિલ્લાની વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. 

વિધાનસભા બેઠકો પર કોની પકડ મજબૂત 
રાજકોટ લોકસભા બેઠક હેઠળ ટંકારા, વાંકાનેર, રાજકોટ ઈસ્ટ, રાજકોટ વેસ્ટ, રાજકોટ સાઉથ, રાજકોટ રૂરલ અને જસદણ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠક પર હાલ ભાજપના ઉમેદવાર જીત્યા છે. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવાર જીત્યા નથી. 

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં
ટંકારા બેઠક પર ભાજપના ઉમેદવાર દુર્લભભાઈ દેથરિયા વિજેતા થયા 
વાંકાનેર બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણી વિજેતા થયા
રાજકોટ ઈસ્ટ બેઠક પર ભાજપના ઉમેદવાર ઉદય કાનગડ વિજેતા થયા
રાજકોટ વેસ્ટ બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શિતા શાહ વિજેતા થયા
રાજકોટ સાઉથ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળા વિજેતા થયા
રાજકોટ રૂરલ બેઠક પર ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરિયા વિજેતા થયા
જસદણ  બેઠક પર ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા વિજેતા થયા

વર્ષ 2019ની લોકસભા ચૂંટણી
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે પોતાના વર્તમાન સાંસદ મોહન કુંડરિયાને મેદાને ઉતાર્યા હતા. જ્યારે બીજી તરફ કોંગ્રેસે લલીતભાઈ કાગથરાને મેદાને ઉતાર્યા હતા. જેમાં ભાજપના ઉમેદવારને  758600 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 390238 વોટ મળ્યા હતા. આ સાથે ભાજપના ઉમેદવાર વિજેતા થયા. 

પક્ષ પલટો 
છેલ્લા ઘણા વર્ષોથી પક્ષ પલટો જાણે સામાન્ય બાબત થઈ ચૂકી હોય તેમ લાગી રહ્યું છે. આ દરમિયાન વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં વિજેતા થયેલા કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના પક્ષ સાથે છેડો ફાડી અને ભાજપમાં જોડાયા છે. હાલ તે જસદણ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે અને મંત્રીમંડળમાં સ્થાન ધારાવે છે. કુંવરજીભાઈ બાવળિયાએ કોંગ્રેસે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ તેમાં કુંવરજીભાઈ બાવળિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. 

વોટશેર 
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 51.3 ટકા વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 24.5 ટકા વોટ મળ્યા હતા. 
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 49.7 ટકા વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 42.9 ટકા વોટ મળ્યા હતા. 
2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 43.8 ટકા વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 38.2 ટકા વોટ મળ્યા હતા. 

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 64.5 ટકા વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 33.2 ટકા વોટ મળ્યા 
વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 49.7 ટકા વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 35.4 ટકા વોટ મળ્યા હતા. 
વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 43.5 ટકા વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 47.3 ટકા વોટ મળ્યા હતા. 

2024નું સમીકરણ 
વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે પોતાના વર્તમાન સાંસદને પડતાં મૂક્યા છે. ભાજપે પોતાના કેબિનેટ મંત્રી પરશોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસ અમરેલી બેઠકના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે. જોકે આ બંને ઉમેદવારો વિધાનસભાની ચૂંટણીમાં સામસામે લડી ચૂક્યા છે. કોંગ્રેસના પરેશ ધનાણીએ ભાજપના પરશોત્તમ રૂપાલાને હારનો સ્વાદ ચખાડ્યો હતો. 

જ્ઞાતીનું સમીકરણ 
રાજકોટ બેઠક પાટીદારનો ગઢ માનવામાં આવે છે. રાજકોટ બેઠક પર પાટીદારની વસ્તી અંદાજે 25 ટકા જેટલી છે. જ્યારે આ બેઠક પર કોળી સમાજનું પણ પ્રભુત્વ છે. રાજકોટ બેઠક પર કોળી સમાજની વસ્તી અંદાજે 15 ટકા જેટલી છે. આ સાથે ક્ષત્રિય સમાજની વસ્તી અંદાજે 8 ટકા આસપાસ છે. 

ફક્ત એક જ મહિલા સાંસદ 
રાજકોટ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 15 વખત લોકસભાની ચૂંટણી યોજાઇ છે. જેમાં સૌથી વધુ વખત ભાજપના સાંસદ વિજેતા થયા છે. 8 વખત ભાજપના સાંસદ વિજેતા થયા છે. જ્યારે 5 વખત કોંગ્રેસના સાંસદ વિજેતા થયા છે. આ ઉપરાંત સ્વતંત્ર પક્ષ અને જનતા પાર્ટીના ઉમેદવાર એક એક વખત વિજયી બન્યા છે. રાજકોટ બેઠકની ખાસ વાત એ છે કે આ બેઠક પરથી ફક્ત એક જ મહિલા સાંસદ વિજેતા થયા છે.  1984માં રામજીભાઈ માવાણીના પત્ની રમાબેન માવાણી પણ કોંગ્રેસમાંથી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને તેઓ જીત્યા હતા. તેમજ રાજકોટ લોકસભા બેઠકમાં પ્રથમ વખત મહિલા ઉમેદવારની જીત નોંધાઈ હતી. ત્યારથી આજ સુધી આ બેઠક પર કોઈ મહિલા સાંસદ નથી જીત્યા 

વિવાદના ઉમરે 
ભાજપે વર્ષ 2024ની ચુંટણી માટે પરશોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે. ત્યારે રૂપાલા પોતાની એક મિટિંગમાં ક્ષત્રિય સમાજ વિષે વિવાદિત નિવેદન આપ્યું. જેણે લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેણે લઈ રૂપાલાએ માફી પણ માંગી લીધી હતી. છતાં રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રૂપાલાને બદલવા માંગ કરવામાં આવી હતી. જોકે હજુ વિવાદ યથાવત રહ્યો છે. 

2002 અને 2024 
ગોધરાકાંડ પછી ફાટી નીકળેલા હુલ્લડોના ઓછાયાની વચ્ચે કૉંગ્રેસે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાની અમરેલી બેઠક ઉપરથી પરેશ ધાનાણીને ઉતાર્યા હતા. તેમની સામે રૂપાલા ખૂબ જ અનુભવી નેતા હતા. 2002માં માત્ર 26 વર્ષની ઉંમરે ધાનાણીએ ભાજપના દિગ્ગજ નેતા રૂપાલાને પરાજય આપ્યો હતો અને ગુજરાતના રાજકારણમાં 'જાયન્ટ કિલર' તરીકે પ્રસ્થાપિત થયા હતા. ધાનાણીએ 16 હજાર 314 મતે રૂપાલાને પરાજય આપ્યો હતો. ત્યારે હવે રણભૂમિ અને રણસંગ્રામ અલગ છે. પરંતુ રાજકોટની રણભૂમિમાં યોદ્ધાએ જ છે. 

કોનું પલડું ભારે 
વર્ષ 1962- કોંગ્રેસના ઉમેદવાર  ઉચ્છરંગ રાય ઢેબર (યુ. એન. ઢેબર)  વિજેતા થયા 
વર્ષ 1967- સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર  મીનું મસાણી વિજેતા થયા
વર્ષ 1971- કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ ઓઝા વિજેતા થયા 
વર્ષ 1977- જનતા પાર્ટીના ઉમેદવાર કેશુભાઈ પટેલ વિજેતા થયા 
વર્ષ 1980- કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રામજીભાઇ માવાણી વિજેતા થયા 
વર્ષ 1984- કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રમાબેન  માવાણી વિજેતા થયા 
વર્ષ 1989- ભાજપના ઉમેદવાર શિવલાલ વેકરીયા વિજેતા થયા 
વર્ષ 1991-  ભાજપના ઉમેદવાર શિવલાલ વેકરીયા વિજેતા થયા 
વર્ષ 1996- ભાજપના ઉમેદવાર વલ્લભભાઈ કથીરિયા  વિજેતા થયા 
વર્ષ 1998- ભાજપના ઉમેદવાર વલ્લભભાઈ કથીરિયા  વિજેતા થયા 
વર્ષ 1999- ભાજપના ઉમેદવાર વલ્લભભાઈ કથીરિયા  વિજેતા થયા
વર્ષ 2004- ભાજપના ઉમેદવાર વલ્લભભાઈ કથીરિયા  વિજેતા થયા  
વર્ષ 2009- કોંગ્રેસ પક્ષના ઉમેદવાર  કુંવરજી બાવળિયા  વિજેતા થયા 
વર્ષ 2014- ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયા વિજેતા થયા 
વર્ષ 2019- ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયા વિજેતા થયા

2024 માટે આ ઉમેદવારો છે મેદાને 
ભાજપ- પરશોત્તમ રૂપાલા 
કોંગ્રેસ- પરેશ ધાનાણી 
બસપા- ચમનભાઈ સવસાણી 
અપક્ષ- પ્રકાશ સિંધવ 
અપક્ષ- ભાવેશ આચાર્ય 
અપક્ષ- નયન ઝાલા 
અપક્ષ- નિરલ અજાગીયા 
અપક્ષ- જીગ્નેશ મહાજન 
અપક્ષ- ભાવેશ પીપળીયા 

Recent Posts

Loksabha Election 2024: પાંચમા તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ થયા શાંત, 20 મેના રોજ 49 લોકસભા બેઠકો પર થશે મતદાન

Exclusive | Debate | ચર્ચા છડે ચોક - મદરેસાનો સર્વે શા માટે? | LIVE | tv13 Gujarati

ત્રીજી વાર મોદી સરકાર બની તો આ શેર કરી દેશે માલામાલ; મળી શકે છે મજબૂત વળતર

સિંગાપોરમાં વધ્યું કોરોનાનું સંક્રમણ, સરકાર આવી એક્શન મોડમાં

હંસલ મહેતાની સ્કેમ 2010 સીરિઝને લઈ સહારા કરી શકે છે કાનૂની કાર્યવાહી, જાણો શું છે મામલો

બિભવ કુમારની ધરપકડ પર પહેલીવાર કેજરીવાલનું નિવેદન આવ્યું સામે, કાલે જશે BJP હેડક્વાટર

બિભવ કુમારને કોઈ રાહત નહીં, તીસ હજારી કોર્ટે ફગાવી આગોતરા જામીન અરજી

માંડવી બીચ પર પેરાગ્લાઇડીંગની મજા બની મોતની સજા, ઝારખંડના પ્રવાસીનું મોત

સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવ્યો સામે, જાણો શું છે રિપોર્ટમાં

ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા હુમલા પર કન્હૈયા કુમારે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું