Loksabha Election 2024: આણંદ બેઠક પર જામશે ચૂંટણીનો જંગ, જાણો આ બેઠકનો ઇતિહાસ અને સમીકરણ

આણંદ લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભાની 7 બેઠકો આવેલી છે જેમાંથી વર્ષ 2022ની ચૂંટણીમાં 5 બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા. જ્યારે 2 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા. લોકસભાની ચૂંટણી પહેલા ખંભાત બેઠક પર રાજકીય સમીકરણ બદલાયું છે. આ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું ધરી અને ભાજપમાં જોડાય. જેનું ફળ મળ્યું તેમને કારણ કે ભાજપે પેટા ચૂંટણીમાં ખંભાત બેઠક પર તેમને ઉમેદવાર બનાવ્યા છે.

image
X
લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય સમીકરણ તૈયાર થઈ ચૂક્યા છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. આ દરમિયાન કોંગ્રેસની સેફ સીટ ગણાતી આણંદ  બેઠક 2014થી ભાજપના પલડામાં છે. ત્યારે આ બેઠક માટે ભાજપે પોતાના વર્તમાન સાંસદને રિપીટ કર્યા છે. બીજી તરફ કોંગ્રેસે આ બેઠક પર પોતાના ધારાસભ્ય અમિત ચાવડાને મેદાને ઉતાર્યા છે. 

આણંદ બેઠક પર કોંગ્રેસનું પલડું ભારે હતું પરંતુ છેલ્લી બે ટર્મથી ભાજપના ઉમેદવાર જિતતા આવ્યા છે. ત્યારે હવે વર્ષ 2024ની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળશે. જોવાનું રહ્યું કે કોંગ્રેસ પોતાની બેઠક પરત મેળવશે કે પછી ભાજપ સત્તા ટકાવી રાખશે. 

જ્ઞાતિનું સમીકરણ 
આણંદ લોકસભા બેઠક પર ઠાકોર,ક્ષત્રિય,પરમાર,રાઠોડનું વર્ચસ્વ છે. ઠાકોર,ક્ષત્રિય,પરમાર,રાઠોડના 49 ટકા મતદારો છે. પાટીદારોનું વર્ચસ્વ 24 ટકા મતદારો સાથે બીજા ક્રમાંકે છે.  લઘુમતિ સમાજ 21 ટકા તેમજ દલિત અને અન્યના 6 ટકા મતદારો છે. 

ઇતિહાસના ઉંબરે આણંદ બેઠક 
 રાજ્ય અને દેશનું મિલ્ક કેપિટલ એટલે આણંદ.  આણંદનું નામ પહેલા આનંદપુર હતું.  જે સારસ્વત બ્રાહ્મણોનું મૂળ સ્થાન હતું.  . કોંગ્રેસની સેફ સીટમાંથી એક માનવમાં આવતી હતી. આ બેઠક પર સરદાર વલ્લભભાઈ પટેલની પુત્રી મણીબેન પટેલ પહેલી ચૂંટણીમાં સાંસદ બન્યા હતા. જોકે આણંદ બેઠક 2014માં ભાજપના ફાળે ગઈ હતી.

1951 ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં ખેડા ઉત્તર અને ખેડા દક્ષિણ એમ બે બેઠકો હતી. વર્ષ 1957માં બીજી લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠક અસ્તિત્વમાં આવી હતી અને 1957ની બીજી લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠક ઉપર સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણીબેન વલ્લભભાઈ પટેલ ચૂંટાયા હતા. તેઓ અગાઉ વર્ષ 1951માં પ્રથમ લોકસભા બેઠક ઉપર ખેડા દક્ષિણમાંથી પણ ચૂંટાયા હતા.લોકસભા ચૂંટણી મતદાન પૈકી વર્ષ 1967 માં સૌથી વધુ 76.46  ટકા મતદાન જ્યારે સૌથી ઓછુ વર્ષ 1996 માં માત્ર 36. 53 ટકા મતદાન નોંધાયું હતું.  

લોકસભાની ચૂંટણી અંતર્ગત જિલ્લાના ખંભાત વિધાનસભામાં, બોરસદ વિધાનસભા, આંકલાવ વિધાનસભા, ઉમરેઠ વિધાનસભા, આણંદ વિધાનસભા, પેટલાદ વિધાનસભા અને સોજિત્રા વિધાનસભાનો સમાવેશ થાય છે.  

ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પટેલ વિજેતા થયા ( ચિરાગ પટેલે રાજીનામું ધરી અને ભાજપ તરફથી પેટા ચૂંટણી લડી રહ્યા છે)
બોરસદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રમણભાઈ સોલંકી વિજેતા થયા 
આંકલાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા વિજેતા થયા 
ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ગોવિંદભાઇ પરમાર વિજેતા થયા 
આણંદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર યોગેશ પટેલ વિજેતા થયા 
 પેટલાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કમલેશ પટેલ વિજેતા થયા 
સોજિત્રા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિપુલકુમાર પટેલ વિજેતા થયા 

વોટશેર 
2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 39.9  ટકા વોટ મળ્યા. જ્યારે ભાજપને 58.1 ટકા વોટ મળ્યા 
2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 44  ટકા વોટ મળ્યા. જ્યારે ભાજપને 50.6 ટકા વોટ મળ્યા 
2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 51.6  ટકા વોટ મળ્યા. જ્યારે ભાજપને 41.6 ટકા વોટ મળ્યા 
2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 48.9 ટકા વોટ મળ્યા. ભાજપને 43.7 ટકા વોટ મળ્યા 
2012 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 42.3 ટકા વોટ મળ્યા. ભાજપને 44.1 ટકા વોટ મળ્યા 

જ્ઞાતિનું ગણિત 
આણંદ લોકસભા બેઠક માં  ક્ષત્રિય, ઠાકોર,  પરમાર અને રાઠોડ જ્ઞાતિના મતદારો વધારે છે. આ ઉપરાંત પાટીદાર સમાજની પકડ પણ આ બેઠક પર જોવા મળી રહી છે. મુસ્લિમ સમાજ, SC મતદાર અને સવર્ણો મતદારો સાથે અન્ય સમાજના મતદારોની પણ નિર્ણાયક માનવામાં આવે છે.  આણંદ લોકસભા બેઠક પર કુલ ચાર વખત પાટીદાર ઉમેદવારો વિજય મેળવવામાં સફળ થયા છે.  

રાજકીય સમીકરણ 
આણંદ લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભાની 7 બેઠકો આવેલી છે જેમાંથી વર્ષ 2022ની ચૂંટણીમાં 5 બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા. જ્યારે 2 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા. લોકસભાની ચૂંટણી પહેલા ખંભાત બેઠક પર રાજકીય સમીકરણ બદલાયું છે. આ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું ધરી અને ભાજપમાં જોડાય. જેનું ફળ મળ્યું તેમને કારણ કે ભાજપે પેટા ચૂંટણીમાં ખંભાત બેઠક પર તેમને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ કોંગ્રેસે આંકલાવ વિધાનસભાના ધારાસભ્યને આણંદ લોકસભા બેઠક માટે ઉમેદવાર બનાવ્યા છે.  આણંદ લોકસભા બેઠક માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાથી ઇનકાર કરી દીધો છે. ત્યારે આણંદ બેઠક પર કોંગ્રેસે અમિત ચાવડાને મેદાને ઉતાર્યા છે.   

કોનું પલડું ભારે 
વર્ષ 1957ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મણીબેન પટેલ વિજેતા થયા
વર્ષ 1962ની ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષના ઉમેદવાર નરેન્દ્રસિંહ મહિડા વિજેતા થયા
વર્ષ 1967ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્રસિંહ મહિડા વિજેતા થયા
વર્ષ 1971ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણસિંહ સોલંકી વિજેતા થયા
વર્ષ 1977ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અજીતસિંહ ડાભી વિજેતા થયા
વર્ષ 1980 ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વરભાઈ ચાવડા વિજેતા થયા
વર્ષ 1984 ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વરભાઈ ચાવડા વિજેતા થયા
વર્ષ 1989 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નટુભાઈ મણીભાઈ પટેલ વિજેતા થયા
વર્ષ 1991 ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વરભાઈ ચાવડા વિજેતા થયા
વર્ષ 1996 ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વરભાઈ ચાવડા વિજેતા થયા
વર્ષ 1998 ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વરભાઈ ચાવડા વિજેતા થયા
વર્ષ 1999 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિપકભાઈ પટેલ વિજેતા થયા
વર્ષ 2004 ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી વિજેતા થયા
વર્ષ 2009 ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી વિજેતા થયા
વર્ષ 2014 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિલીપભાઈ પટેલ વિજેતા થયા
વર્ષ 2019 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ વિજેતા થયા

આણંદ બેઠક પર 16 વખત ચૂંટણી યોજાઇ છે. જેમાં 11 વખત કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે. જયારે 4 વખત ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે અને એક વખત આ બેઠક પર સ્વતંત્ર પક્ષના ઉમેદવાર વિજેતા થયા છે. 

જાણો ઉમેદવારને 
ભાજપના ઉમેદવાર મિતેશ  પટેલ
મિતેશ  પટેલ 'બકાભાઈ' ના નામથી ઓળખાય છે.  તેમનો જન્મ 27/8/1965ના રોજ આણંદ જિલ્લાના સારસા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. મિતેશ  પટેલ બોર્ડ ઓફ ટેકનિકલ એક્ઝામિનેશન, કર્ણાટકમાંથી ટેલિકોમ એન્જિનીયરિંગ (ઈલેક્ટ્રોનિક્સ અને ટી.સી.) માં ડિપ્લોમા કર્યું છે. મિતેશ પટેલ નાનપણથી જ ભાજપ સાથે જોડાયાં હતાં અને રાજકારણમાં સતત સક્રિય છે. BJP એ  2019 ની લોકસભા ચૂંટણી માટે આણંદ બેઠકના ઉમેદવાર બનાવ્યાં હતાં. પ્રથમ ચૂંટણીમાં જ મિતેશભાઈ 1,97,718 મતોથી જીત હાંસલ કરી હતી.

મિતેશ  પટેલ ફૂડ, કન્ઝ્યુમર અફેર્સ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનના કમિટી મેમ્બર છે. તેમજ કોલસા અને ખાણ મંત્રાલયમાં કન્સલ્ટેટિવ ​​કમિટિ મેમ્બર છે. મિતેશ  પટેલ લક્ષ્મી પ્રોટીન પ્રાઈવેટ લિમિટેડના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર પણ છે.
કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા 
 અમિત ચાવડાને રાજકારણના પાઠ પોતાના પરિવારમાંથી જ ભણવા મળ્યા છે. તેમના દાદા ઈશ્વર ચાવડા એક સમયે સાંસદ સભ્ય હતા. જ્યારે ઈશ્વર ભાઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા હતા.  અમિત ચાવડાનો જન્મ 24 એપ્રિલ 1976માં થયો હતો. અમિત ચાવડા આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા ગુજરાત વિધાનસભાના સભ્ય છે. છેલ્લી ચાર ટર્મથી તેઓ વિધાનસભા સભ્ય તરીકે ચૂંટાતા આવે છે.   અમિત ચાવડા પર અત્યાર સુધીમાં એકપણ ગુનાહિત કૃત્યનો કેસ નોંધાયેલો નથી.  અમિત ચાવડા મૂળ મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના આંકલાવ ગામના રહેવાસી છે.   અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 

Recent Posts

અંક જ્યોતિષ/ 05 મે 2024 : આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 05 મે 2024: આ રાશિના જાતકો રોકાણ કરતાં પહેલા ચેતજો, થઈ શકે છે નુકશાન

આજનું પંચાંગ/ 05 મે 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

Loksabha Election 2024: દિલ્હીમાં ચૂંટણી માટે AAPએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, કેજરીવાલ પણ લિસ્ટમાં

કાશ્મીરના પૂંચમાં સુરક્ષાદળોના વાહન પર આતંકી હુમલો, 5 જવાન ઘાયલ

GT vs RCB: મિયાં ભાઈનો મેજિક ચાલ્યો , પાવરપ્લે સુધીમાં ગુજરાતના 3 વિકેટે 23 રન

T20 WC 2024: કદાચ! ભારતના આ ખેલાડીઓનો છેલ્લો વર્લ્ડકપ !!!

Exclusive | Debate | ચર્ચા છડે ચોક - કાલે પ્રચાર પડઘમ શાંત હવે શું ?

Loksabha Election 2024: ભરૂચ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, જાણો આ બેઠકનું રાજકીય સમીકરણ અને ઇતિહાસ

LokSabha Election 2024 : અરવિંદ સિંહ લવલી ભાજપમાં જોડાયા, 7 દિવસ પહેલાં જ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદ પરથી આપ્યું હતું રાજીનામું