MI vs KKR: શરૂઆતી કોલેપ્સ બાદ કોલકતાનું કમબેક, મુંબઈને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ

બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં છે. મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી 10માંથી ત્રણ મેચ જીતી છે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સે 9 મેચ રમી છે અને છમાં જીત મેળવી છે.

image
X
IPL માં આજની મેચ મુંબઈ ઈન્ડિયન્સ વિ કોલકાતા નાઈટ રાઈડર્સ છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજની મેચમાં બંને ટીમોની નજર બે-બે પોઈન્ટ મેળવવા પર રહેશે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈએ પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. મોહમ્મદ નબીની જગ્યાએ નમન ધીરને તક આપવામાં આવી છે. તે જ સમયે, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

                                                                                      ICC રેન્કિંગ: ઓસ્ટ્રેલીયા ટેસ્ટમાં જ્યારે ભારત વનડે અને T20માં ટોચ પર

પ્રથમ બેટિંગ કરવા આવેલી કેકેઆરની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ફિલ સોલ્ટ સસ્તામાં આઉટ થયો હતો. આ પછી અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ અય્યર અને સુનીલ નારાયણ પણ એક પછી એક આઉટ થયા. જેમાંથી ત્રણ વિકેટ નુવાન તુષારાએ લીધી હતી જ્યારે એક વિકેટ હાર્દિક પંડ્યાએ લીધી હતી. આ પછી બેટિંગ કરવા આવેલા રિંકુ સિંહ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ રિંકુ આઠ બોલમાં નવ રન બનાવીને પીયૂષ ચાવલાનો શિકાર બન્યો હતો. પીયૂષ ચાવલાએ તેને પોતાના જ બોલ પર કેચ પકડ્યો હતો. મુંબઈને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ મળ્યો છે.

વેંકટેશ-મનીષની જોરદાર બેટિંગ
શરૂઆતી ઝટકા બાદ કોલકતા માટે વેંકટેશ અને મનિષે જોરદાર બેટિંગ કરી હતી અને કોલકાતાને સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી હતી. શરૂઆતમાં સંભાળીને  બેટિંગ કર્યા બાદ બંને બેટ્સમેનોએ પોતાનો ગિયર બદલ્યો હતો. વેંકટેશે પોતાની બેટિંગ પ્રતિભા બતાવતા શાનદાર 52 બોલમાં 70 રન ફટકાર્યા છે. જોરદાર બેટિંગ કરી રહેલા મનીષ પાંડે 42 રનના અંગત સ્કોરે મુંબઈના કેપ્ટન હાર્દિક પંડયાનો શિકાર બન્યો હતો. મનીષ પાંડેના આઉટ થયા બાદ બેટિંગમાં આવેલો પોલાર્ડ કઈ ખાસ કરી ન શક્યો અને 7 રનના સ્કોરે રનઆઉટ થયો ત્યાર બાદ રમનદીપ અને સ્ટાર્કની વિકેટ બૂમરાહે લીધી હતી.  

મુંબઈના બોલરોએ શરૂઆતમાં શાનદાર બોલિંગ કરી હતી. મુંબઈ તરફથી લગભગ બધા બોલરોની બોલિંગ શાનદાર રહી હતી. મુંબઈ તરફથી થુસારાએ 4 ઓવરમાં 42 રન આપી 3 વિકેટ લીધી હતી, તો બૂમરાહે પણ શાનદાર બોલિંગ કરતાં 3.5 ઓવરમાં માત્ર 18 રન આપી 3 વિકેટ લીધી હતી.



Recent Posts

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે તંત્રનો મહત્વનો નિર્ણય, હવે અહીં લગાવવામાં આવશે મીટર

જાણો કેમ થઈ રહ્યું છે IDFC અને IDFC ફર્સ્ટ બેન્કનું મર્જર, રોકાણકારોની મંજૂરી પછી શું થશે?

Ahmedabad: દરિયાપુરમાં મદરેસાનો સરવે કરી રહેલા આચાર્ય પર ટોળાએ કર્યો હુમલો, મામલો પોલીસ મથકે પહોંચ્યો

રાજસ્થાનના મંત્રીએ પોતાની જ સરકાર પર ઉઠાવ્યા ગંભીર સવાલ, જાણો શું છે મામલો

INDIA એલાયન્સે PM ઉમેદવારનું નામ નક્કી કર્યું ! ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવો

અમદાવાદ અને વડોદરામાં ઇન્કમટેક્સના દરોડા, ખુરાના ગ્રૂપ અને માધવ કન્સ્ટ્રક્શન પર ITનું સર્ચ ઓપરેશન

આંખની સર્જરી બાદ પહેલીવાર દેખાયા રાઘવ ચઢ્ઢા, CM અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા

દિલ્હી પોલીસે વિભવ કુમારની મુખ્યમંત્રી આવાસ પાસેથી કરી અટકાયત

BCCIએ હાર્દિક પંડ્યા પર લગાવ્યો પ્રતિબંધ, IPL 2024ની છેલ્લી મેચમાં કરી બેઠો આ ભૂલ