MI vs KKR: મુંબઈ ટોસ જીત્યું, પાવરપ્લેમાં સુધીમાં કોલકતાના 57 રન

આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 51મી મેચમાં સામસામે છે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં છે. મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી 10માંથી ત્રણ મેચ જીતી છે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સે 9 મેચ રમી છે અને છમાં જીત મેળવી છે.

image
X
આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 51મી મેચમાં એકબીજા સામે રમી રહ્યા છે. આજે હાર્દિક પંડયાએ ટોસ જીતીને કોલકતાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે.
ટોસ હરિને બેટિંગમાં ઉતરેલી કોલકતાની શરૂઆત બહુ જ ખરાબ રહી છે. પાવરપ્લે સુધીમાં મુંબઈએ 4 વિકેટ ગુમાવીને 57 રન બનાવ્યા છે.મુંબઈ તરફથી શ્રીલંકન પ્લેયર નુવાન થુસારાએ તરખાટ મચાવ્યો હતો. નુવાને શરૂઆતની ઓવરોમાં જ 3 વિકેટ લઈને કોલકતાને બેકફૂટ પર ધકેલી દીધું હતું. થુસારાએ ફિલ સોલ્ટ, અંગક્રિસ રઘુવંસી અને કેપ્ટન શ્રેયસ અય્યરને શરૂઆતમાં જ પોવેલીયન ભેગા કર્યા હતા. તો મુંબઈ તરફથી પંચમી ઓવર ફેંકવા આવેલા કેપ્ટન હાર્દિક પંડયાએ પોતાની પહેલી ઓવરના બીજા બોલે જ ખતરનાક સુનીલ નારાયણને 8 રનના અંગત સ્કોરે બોલ્ડ કર્યો. આજની મેચ બંને ટીમ માટે ખૂબ જ મહત્વની છે, મુંબઈ ભલે પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાને છે પરંતુ મુંબઈને પ્લે ઓફને ટકી રહેવા માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. તો કોલકતાએ પ્લેઓફમાં પોતાના સ્થાનની દાવેદારી મજબૂત કરવા માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.

આ મેચ માટે બંને ટીમોના પ્લેઈંગ-11માં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. આ મેચ માટે મુંબઈએ નમન ધીરને તક આપી હતી. આ કારણે મોહમ્મદ નબી બહાર રહ્યો હતો. બીજી તરફ ફાસ્ટ બોલર હર્ષિત રાણા કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી નથી રમી રહ્યો. પ્રતિબંધને કારણે હર્ષિત આ મેચમાં રમી નથી રહ્યો. જ્યારે રોહિત આ મેચમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે પ્રવેશ્યો હતો. IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે અત્યાર સુધીમાં 32 મેચ રમાઈ છે. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે 23 મેચ જીતી છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે માત્ર 9 મેચ જીતી હતી. ગત વખતે બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 વિકેટે જીત મેળવી હતી.

બંને ટીમની પ્લેઈંગ 11:
MI:
ઈશાન કિશન (WK), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નેહલ વાઢેરા, હાર્દિક પંડ્યા (C), નમન ધીર, ટિમ ડેવિડ, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, જસપ્રિત બુમરાહ, નુવાન તુશારા.

KKR:
ફિલ સોલ્ટ (WK), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (C), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.

Recent Posts

રાજસ્થાનના મંત્રીએ પોતાની જ સરકાર પર ઉઠાવ્યા ગંભીર સવાલ, જાણો શું છે મામલો

INDIA એલાયન્સે PM ઉમેદવારનું નામ નક્કી કર્યું ! ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવો

અમદાવાદ અને વડોદરામાં ઇન્કમટેક્સના દરોડા, ખુરાના ગ્રૂપ અને માધવ કન્સ્ટ્રક્શન પર ITનું સર્ચ ઓપરેશન

આંખની સર્જરી બાદ પહેલીવાર દેખાયા રાઘવ ચઢ્ઢા, CM અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા

દિલ્હી પોલીસે વિભવ કુમારની મુખ્યમંત્રી આવાસ પાસેથી કરી અટકાયત

BCCIએ હાર્દિક પંડ્યા પર લગાવ્યો પ્રતિબંધ, IPL 2024ની છેલ્લી મેચમાં કરી બેઠો આ ભૂલ

સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવ્યો સામે, ચાર જગ્યાએ ઈજા, ડાબા પગમાં અને જમણી આંખની નીચે ઈજાની પુષ્ટિ

બ્રિજભૂષણ શરણસિંહ ચૂંટણી મેદાનમાંથી નિવૃત ! પોતે જ કરી જાહેરાત

આજે ખાસ ટ્રેડિંગમાં સેન્સેક્સ ફરી 74000ને પાર, આ 5 શેરોમાં તોફાની વધારો

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં લાગી ભીષણ આગ, 9 જીવતા ભૂંજાયા