'પુષ્પા 2'નું પહેલું સોંગ રીલીઝ, અલ્લુના રાઉડી સ્ટાઈલમાં રોલા

નિર્માતાઓએ ફિલ્મ 'પુષ્પા 2'નું પહેલું ગીત 'પુષ્પા પુષ્પા' રિલીઝ કર્યું છે. આ ગીત 6 ભાષાઓમાં રિલીઝ થયું છે. આ ગીત રીલીઝ થતાં સાથે જ દેશભરમાં પોતાનો જાદુ ચલાવવા લાગ્યો. સોંગ અલ્લુ અર્જુનની દમદાર ઝલક જોઈ શકાય છે. આ ગીતે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે.

image
X
1 મે ​​સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય લેબર ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નિર્માતાઓએ બહુ ચર્ચિત ફિલ્મ 'પુષ્પા 2'નું પહેલું ગીત રિલીઝ કર્યું છે. આ ગીતનું નામ 'પુષ્પા પુષ્પા' છે. પુષ્પાની સ્ટોરી એક સામાન્ય કામદાર માણસની છે, જેણે 'પુષ્પા ધ રાઇઝ' દ્વારા સિલ્વર સ્ક્રીન દ્વારા દરેકના દિલ પર રાજ કર્યું છે. હવે પુષ્પા ફરી એકવાર બધાને એન્ટરટેઈન માટે કમબેક કરવા તૈયાર છે.
પુષ્પા 2 નું પહેલું ગીત રિલીઝ
આજે પુષ્પરાજની ઉજવણી કરતાં નિર્માતાઓએ ફિલ્મનું પહેલું ગીત રિલીઝ કર્યું છે. આ ગીત 6 ભાષાઓમાં રિલીઝ થયું છે. આ ગીત રીલીઝ થતાની સાથે જ દેશભરમાં પોતાનો જાદુ ચલાવવા લાગ્યો. હવે 'પુષ્પા પુષ્પા' ગીતનું લિરિકલ વર્ઝન બહાર આવ્યું છે, તેમાં અલ્લુ અર્જુનની ઝલક જોવા મળી શકે છે. આ ગીતે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. વિડીયો પુષ્પા બ્રાન્ડની તાકાત દર્શાવે છે, જેનો સંકેત ગયા અઠવાડિયે 'હેન્ડ ઓફ પુષ્પા' ટીઝરમાં આપવામાં આવ્યો હતો. જે પ્રેક્ષકોને ઉત્તેજિત કરતું હતું. આ ગીત રિલીઝ થતાની સાથે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પુષ્પાનો દબદબો વધુ મજબૂત બન્યો છે. એટલું જ નહીં, તેના જબરદસ્ત હૂક સ્ટેપથી 'પુષ્પાઈઝમ'ના ક્રેઝને વેગ મળ્યો છે, જે પુષ્પાઃ ધ રાઈઝના ડેબ્યૂથી પોપ કલ્ચરનો એક ભાગ બની ગયો છે. આઇકોન સ્ટાર અલ્લુ અર્જુને ફરી એકવાર બતાવ્યું છે કે શા માટે તે દેશની દરેક ભાષા અને સરહદ પારના લોકોનો પ્રિય સ્ટાર છે અને આપણા દિલ અને દિમાગ પર રાજ કરી રહ્યો છે. 'પુષ્પાઃ ધ રાઇઝ'ના સંગીત માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર મ્યુઝિક ડિરેક્ટર દેવી શ્રી પ્રસાદે ફરી એકવાર એક દમદાર ગીત બનાવ્યું છે જે હૃદયને સ્પર્શી જાય તેવું છે. ગીતની જબરદસ્ત ટ્યુન સીધી કાનથી હૃદય સુધી પહોંચશે અને આવનારા દિવસોમાં તે મ્યુઝિક ચાર્ટ પર પણ રાજ કરશે. 

                                   

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/kN6HHzEXKFU?si=XmT_HXOGQSRTXFrK" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

                                  

ગીતોના શબ્દ અને ઉત્સાહપૂર્ણ સંગીત નિઃશંકપણે દર્શકોને ફિલ્મની જોવા માટે ખૂબ ઉત્સુક બનાવે છે. આ ગીત તેલુગુ, તમિલ, હિન્દી, કન્નડ, મલયાલમ અને બંગાળી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે. દેવી શ્રી પ્રસાદે ગીતના વિવિધ સંસ્કરણો ગાવા માટે નકાશ અઝીઝ, દીપક બ્લુ, મીકા સિંહ, વિજય પ્રકાશ, રણજીત ગોવિંદ અને તિમિર બિસ્વાસ જેવા લોકપ્રિય ગાયકોને જોડ્યા છે. 'પુષ્પા 2: ધ રૂલ'નું સંગીત ટી-સીરીઝ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. 'પુષ્પા 2: ધ રૂલ' 15 ઓગસ્ટ, 2024ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને મશ્રી મૂવી મેકર્સ દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે. ફિલ્મની મુખ્ય સ્ટાર કાસ્ટમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાઝીલનો સમાવેશ થાય છે. ફિલ્મ જોયા બાદ દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે.

Recent Posts

આખરે ગુમ થયેલો સોઢી ઘરે પરત ફર્યો, કહ્યું- ક્યાં અને કેવી રીતે વીતાવ્યા 25 દિવસ

વડાપ્રધાન મોદીનો ખૂબ જ અલગ રીતે ઈન્ટરવ્યૂ લેવા માંગે છે શેખર સુમન

આ અભિનેત્રી પણ બની છે કાસ્ટિંગ કાઉચનો ભોગ; વાત કરતાં છલકાયું દર્દ

કેન્સરમાંથી નીકળી તો પણ 53 વર્ષની ઉંમરે હું બેજોડ છું: મનીષા કોઈરાલા

આવી રહી છે વધુ એક ક્રિકેટ બેઝ મૂવી, Mr & Mrs માહીનું ટ્રેલર રીલીઝ થયું

હીરામંડીમાં ડાન્સના શુટ માટે રિચા ચઢ્ઢાએ પીધો હતો દારૂ; ખુદ અભિનેત્રીએ જ જણાવ્યું કારણ

આ વીકએન્ડને એન્જોય કરો એ પણ ઘરે બેઠા જ ! જાણો કઈ કઈ ફિલ્મ અને વેબસીરિઝ OTT પર રીલીઝ થઈ

બ્રેકઅપની અફવાઓ વચ્ચે અનન્યા - આદિત્ય સાથે જોવા મળ્યા, જુઓ વિડીયો

હીરામંડીના શૂટિંગ દરમિયાન ડિપ્રેશન અને મૂડ સ્વિંગથી પરેશાન હતી : મનીષા કોઈરાલા

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં પાંચમા આરોપીની ધરપકડ, શૂટરોને રેકીમાં કરી હતી મદદ