T20 WC 2024: કદાચ! ભારતના આ ખેલાડીઓનો છેલ્લો વર્લ્ડકપ !!!

2 જૂનથી T20 WC ચાલુ થઈ રહ્યો છે. આ વખતે વર્લ્ડકપમાં કુલ 20 ટીમો ભાગ લેશે. બધા દેશ પોતપોતાની ટીમ જાહેર કરી રહ્યા છે. ભારતે પણ પોતાની ટીમ જાહેર કરી દીધી છે. આ બધા વચ્ચે અમુક ખેલાડીઓ એવા છે જેનો કદાચ આ છેલ્લો વર્લ્ડકપ હોઈ શકે.

image
X

અત્યારે લગભગ બધા જ ખેલાડીઓ અત્યારે IPLમાં વ્યસ્ત છે અને ફેન્સ પણ IPL ફીવરમાં છે, IPL પૂરો થશે કે તરત જ T20 વર્લ્ડકપનું કાઉન્ટડાઉન શરૂ થશે. આ વર્લ્ડકપમાં ઘણા એવા ખેલાડીઓ છે જેનો કદાચ આ છેલ્લો વર્લ્ડકપ હોઈ શકે છે. 

રોહિત શર્મા 


ભારતીય ટીમનો કેપ્ટન રોહીત શર્મા માટે કદાચ આ છેલ્લો વર્લ્ડકપ હશે. રોહીત શર્માની ઉંમર અત્યારે 37 વર્ષની છે. આવતા વર્લ્ડકપમાં કદાચ રોહિત રમતો નહીં જોવા મળે. ભારત તરફથી T20 રમતા રોહિતે 151 મેચ રમી છે જેમાં તેણે 121 રનના હાઈસ્કોર સાથે 3974 રન બનાવ્યા છે. રોહીતને જો ફિટનેસનો પ્રોબ્લેમ ન આવે તો તે આવતા વર્ષે IPLમાં રમી શકે છે પરંતુ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાં રોહિતને  રમતો જોવો અઘરો છે.


વિરાટ કોહલી


ભારતીય ટીમના વધુ એક મહાન બેટ્સમેન કિંગ કોહલી માટે પણ કદાચ આ વર્લ્ડકપ છેલ્લો હોઈ શકે છે. કિંગ કોહલીની ફિટનેસ આમ તો એકદમ પરફેક્ટ છે પરંતુ કોહલીની સ્ટ્રાઈક રેટ છેલ્લા ઘણા સમયથી ટીકાકારોના નિશાન પર રહી છે. અત્યારે ચાલી રહેલા IPLમાં કોહલી બેંગ્લોરનો બેસ્ટ બેટ્સમેન રહ્યો છે અને પર્પલ કેપ હોલ્ડર પણ છે પરંતુ આ વર્લ્ડકપ પછી કોહલીનું રમવું બહુ મુશ્કેલ છે કારણ કે અત્યારે 35 વર્ષનો છે આવતા વર્લ્ડકપ સુધીમાં તેની ઉમર 37 વર્ષની થશે અને ભવિષ્યમાં આવનાર નવા બેટ્સમેનો પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે એટલે સિલેક્ટર્સ ભવિષ્યનું વિચારી શકે છે. કિંગ કોહલી અત્યાર સુધીમાં 117 T20 રમ્યો છે જેમાં તેણે 138ની સ્ટાઈક રેટથી 4037 રન બનાવ્યા છે. જેમાં કોહલીનો બેસ્ટ સ્કોર 122 રન છે. 


રવીન્દ્ર જાડેજા 


સર રવીન્દ્ર જાડેજા વિશ્વ નો નંબર વન ઓલ રાઉન્ડર છે. રવીન્દ્ર જાડેજા છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમનો મહત્વનો પ્લેયર છે. રવીન્દ્ર જાડેજા આ T20 વર્લ્ડકપમાં પણ ભારતનો હુકમનો એક્કો થઈ શકે છે. પરંતુ સર જાડેજા માટે પણ આ છેલ્લો T20 વર્લ્ડકપ હોઈ શકે છે. જાડેજાની ઉંમર અત્યારે 35 વર્ષ છે, આવતા વર્લ્ડકપમાં જાડેજા 37 વર્ષનો હશે ત્યારે એની ફિટનેશ પર નક્કી થઈ શકશે કે જાડેજા આગળનો વર્લ્ડકપ રમશે કે નહીં. જાડેજાએ ભારત તરફથી રમતા T20 66 મેચમાં 46 રનના હાઈ સ્કોર સાથે 480 રન બનાવ્યા છે, 53 વિકેટ લીધી છે. જાડેજા અત્યારે IPLમાં ચેન્નાઈ તરફથી જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે.


FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM

Recent Posts

Ahmedabad: દરિયાપુરમાં મદરેસાનો સરવે કરી રહેલા આચાર્ય પર ટોળાએ કર્યો હુમલો, મામલો પોલીસ મથકે પહોંચ્યો

રાજસ્થાનના મંત્રીએ પોતાની જ સરકાર પર ઉઠાવ્યા ગંભીર સવાલ, જાણો શું છે મામલો

INDIA એલાયન્સે PM ઉમેદવારનું નામ નક્કી કર્યું ! ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવો

અમદાવાદ અને વડોદરામાં ઇન્કમટેક્સના દરોડા, ખુરાના ગ્રૂપ અને માધવ કન્સ્ટ્રક્શન પર ITનું સર્ચ ઓપરેશન

આંખની સર્જરી બાદ પહેલીવાર દેખાયા રાઘવ ચઢ્ઢા, CM અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા

દિલ્હી પોલીસે વિભવ કુમારની મુખ્યમંત્રી આવાસ પાસેથી કરી અટકાયત

BCCIએ હાર્દિક પંડ્યા પર લગાવ્યો પ્રતિબંધ, IPL 2024ની છેલ્લી મેચમાં કરી બેઠો આ ભૂલ

સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવ્યો સામે, ચાર જગ્યાએ ઈજા, ડાબા પગમાં અને જમણી આંખની નીચે ઈજાની પુષ્ટિ

બ્રિજભૂષણ શરણસિંહ ચૂંટણી મેદાનમાંથી નિવૃત ! પોતે જ કરી જાહેરાત

આજે ખાસ ટ્રેડિંગમાં સેન્સેક્સ ફરી 74000ને પાર, આ 5 શેરોમાં તોફાની વધારો