T20 WC 2024: વર્લ્ડકપ માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમની જાહેરાત, આ ફાસ્ટ બોલરને પણ મળ્યું સ્થાન

જોસેફે અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝ માટે એક પણ T20 મેચ રમી નથી, પરંતુ તે IPLનો ભાગ છે અને લખનૌ સુપરજાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે. જોસેફ આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીથી લોકોના ધ્યાનમાં આવ્યો હતો.

image
X
વેસ્ટ ઈન્ડિઝે IPL 2024 પછી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. ટીમ આ વૈશ્વિક ટુર્નામેન્ટમાં રોવમેન પોવેલના નેતૃત્વમાં રમશે. ફાસ્ટ બોલર શમર જોસેફને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોસેફે અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝ માટે એક પણ T20 મેચ રમી નથી, પરંતુ તે IPLનો ભાગ છે અને લખનૌ સુપરજાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે. જોસેફે આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ.

                                                                              GT vs RCB: આજે ગુજરાત અને બેંગલોર વચ્ચે ટક્કર, જાણો પિચ રિપોર્ટ

ટીમમાં ઘણા ખતરનાક બેટ્સમેનો
સહ-યજમાન વેસ્ટ ઈન્ડિઝે તેની ટીમમાં ઘણા પાવર હિટરનો સમાવેશ કર્યો છે, જેમાં નિકોલસ પૂરન, આન્દ્રે રસેલ અને શિમરોન હેટમાયર જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા રોમારિયો શેફર્ડ, કોલકાતા નાઈટ રાઈડર્સના શેરફેન રધરફોર્ડ અને દિલ્હી કેપિટલ્સના શાઈ હોપ પણ ટીમનો ભાગ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા ફાસ્ટ બોલર અલઝારી જોસેફ ટીમના વાઇસ કેપ્ટન છે, જ્યારે અનુભવી ઓલરાઉન્ડર રોસ્ટન ચેઝ, જેસન હોલ્ડર, જોન્સન ચાર્લ્સ અને બ્રાન્ડન કિંગને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે ઓશાન થોમસને ટીમમાં સ્થાન મળ્યું નથી. 

ગ્રુપ-Cમાં સામેલ છે વેસ્ટ ઈન્ડિઝ 
બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમ ગ્રુપ-Cમાં પાપુઆ ન્યુ ગિની, યુગાન્ડા, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સાથે છે. T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ તેની પ્રથમ મેચ 2 જૂને પાપુઆ ન્યૂ ગિની સામે રમશે. વેસ્ટ ઈન્ડિઝે 2012 અને 2016માં આ વૈશ્વિક ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. 2021માં કિરોન પોલાર્ડની આગેવાનીમાં વેસ્ટ ઈન્ડિઝની સફર સારી રહી ન હતી અને ટીમ ગ્રુપ સ્ટેજમાં માત્ર એક જ મેચ જીતી શકી હતી અને નોકઆઉટમાં પણ પહોંચી શકી ન હતી. વેસ્ટ ઈન્ડિઝે તાજેતરના વર્ષોમાં સારું પ્રદર્શન કર્યું નથી અને ટીમ ગયા વર્ષે ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય કરી શકી નથી. 

T20 વર્લ્ડકપ માટેની વેસ્ટ ઈન્ડિઝની ટીમ
રોવમેન પોવેલ (C), અલ્ઝારી જોસેફ (WK), જોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, શમર જોસેફ, બ્રાન્ડન કિંગ, નિકોલસ પૂરન, શાઈ હોપ, આન્દ્રે રસેલ, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, અકીલ હુસૈન, ગુડાકેશ મોતી, શેરફેન રધરફોર્ડ.


Recent Posts

BCCIએ હાર્દિક પંડ્યા પર લગાવ્યો પ્રતિબંધ, IPL 2024ની છેલ્લી મેચમાં કરી બેઠો આ ભૂલ

RCB vs CSK: શું કોહલીના સ્વપ્ન પર પાણી ફરી વળશે ? જાણો કેવું રહેશે છે બેંગલોરનું વાતાવરણ

MI vs LSG: મુંબઈની હાર સાથે તો લખનૌની જીત IPLની સિઝનનો અંત !

MI vs LSG: 215 રનનો પીછો કરવા ઉતરેલી મુંબઈને વરસાદનું વિધ્ન નડ્યું

MI vs LSG: ઔપચારીક મેચમાં લખનૌની લાજવાબ બેટિંગ; મુંબઈને જીતવા 214 રનનું લક્ષ્ય

MI vs LSG: ટોસ હારીને બેટિંગમાં ઉતરેલી લખનૌના પાવરપ્લે સુધીમાં 2 વિકેટે 49 રન

IPL 2024માં પોતાની સફર પૂરી થયા બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતની ઈમોશનલ પોસ્ટ

IPL 2024: પ્લેઓફમાં કોણ રમશે; ધોની કે કોહલી ?

SRH vs GT: જો આજની મેચ કેન્સલ થશે તો ત્રીજી ટીમ પણ પ્લેઓફ માટે નક્કી થશે; આવું બનશે સમીકરણ

ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ કરી સંન્યાસની જાહેરાત, આ દિવસે રમશે છેલ્લી મેચ