LokSabha Election 2024 : યુટ્યુબર મનીષ કશ્યપ આજે ભાજપમાં જોડાશે, બિહારમાં NDA માટે કરશે પ્રચાર

પ્રખ્યાત યુટ્યુબર મનીષ કશ્યપ આજે ભાજપમાં જોડાશે. તેઓ આજે બીજેપીના દિલ્હી પહોંચશે, ત્યારબાદ પાર્ટી હેડક્વાર્ટરમાં તેમને બીજેપીની સદસ્યતા આપવામાં આવશે. અગાઉ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ પશ્ચિમ ચંપારણ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે.

image
X
બિહારના પ્રખ્યાત યુટ્યુબર મનીષ કશ્યપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. મનીષ કશ્યપ આજે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર પહોંચશે, ત્યારબાદ તેમને બીજેપીનું સભ્યપદ આપવામાં આવશે. અગાઉ, તેમણે જાહેરાત કરી હતી કે તેઓ પશ્ચિમ ચંપારણ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. જોકે હવે તેણે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે.

પોતાને બિહારનો પુત્ર ગણાવતા મનીષ કશ્યપે પશ્ચિમ ચંપારણ બેઠક પરથી ચૂંટણી પ્રચાર પણ શરૂ કર્યો હતો. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ તે પહેલા તેમણે એક મોટું પગલું ભરીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. અગાઉ વર્ષ 2020માં તેમણે બિહારની ચાણપટિયા વિધાનસભા બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી હતી. આમાં તેનો પરાજય થયો હતો.
બેતિયા જિલ્લાનો રહેવાસી મનીષ કશ્યપ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે નકલી વાયરલ વીડિયો કેસમાં પોલીસે તેની ધરપકડ કરી. મનીષને લગભગ નવ મહિના જેલમાં વિતાવવા પડ્યા હતા. આ સિવાય મનીષ એક સફળ યુટ્યુબર તરીકે ઓળખાય છે. યુટ્યુબ પર તેના લગભગ 8.75 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. બિહાર સાથે જોડાયેલા અનેક સામાજિક મુદ્દાઓ પર તે વર્ષોથી વીડિયો બનાવી રહ્યો છે. તેના વીડિયોને માત્ર બિહારમાં જ નહીં પરંતુ હિન્દી ભાષી બેલ્ટમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.

Recent Posts

અંક જ્યોતિષ/ 05 મે 2024 : આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 05 મે 2024: આ રાશિના જાતકો રોકાણ કરતાં પહેલા ચેતજો, થઈ શકે છે નુકશાન

આજનું પંચાંગ/ 05 મે 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

Loksabha Election 2024: દિલ્હીમાં ચૂંટણી માટે AAPએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, કેજરીવાલ પણ લિસ્ટમાં

કાશ્મીરના પૂંચમાં સુરક્ષાદળોના વાહન પર આતંકી હુમલો, 5 જવાન ઘાયલ

GT vs RCB: મિયાં ભાઈનો મેજિક ચાલ્યો , પાવરપ્લે સુધીમાં ગુજરાતના 3 વિકેટે 23 રન

T20 WC 2024: કદાચ! ભારતના આ ખેલાડીઓનો છેલ્લો વર્લ્ડકપ !!!

Exclusive | Debate | ચર્ચા છડે ચોક - કાલે પ્રચાર પડઘમ શાંત હવે શું ?

Loksabha Election 2024: ભરૂચ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, જાણો આ બેઠકનું રાજકીય સમીકરણ અને ઇતિહાસ

LokSabha Election 2024 : અરવિંદ સિંહ લવલી ભાજપમાં જોડાયા, 7 દિવસ પહેલાં જ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદ પરથી આપ્યું હતું રાજીનામું