મલેશિયામાં 2 મિલિટ્રી હેલિકોપ્ટર હવામાં અથડાયા, 10 લોકોનાં મોત, જુઓ Video

મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટર અથડાયા. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બંને સૈન્ય હેલિકોપ્ટર અથડાયા હતા.

image
X
મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટર અથડાયા. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બંને સૈન્ય હેલિકોપ્ટર અથડાયા હતા.

નેવીનું આ રિહર્સલ મંગળવારે લુમુતના રોયલ મલેશિયન નેવી સ્ટેડિયમમાં થઈ રહ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હેલિકોપ્ટર બીજા હેલિકોપ્ટર સાથે અથડાતું જોઈ શકાય છે. આ બે હેલિકોપ્ટર Fennec M502-6 અને HOM M503-3 હતા. પહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું અને સ્ટેડિયમની સીડીઓ પર પડ્યું જ્યારે બીજું સ્વિમિંગ પુલમાં પડ્યું.

આ ઘટના પર મલેશિયન નેવીએ શું કહ્યું?
મલેશિયાની નૌકાદળે આ ઘટના પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, આ હેલિકોપ્ટર નેવીની 90મી વર્ષગાંઠ પર 3 થી 5 મે દરમિયાન યોજાનારી સૈન્ય પરેડ માટે રિહર્સલ કરી રહ્યા હતા. નેવીએ આ ઘટનામાં 10 લોકોના મોતની પુષ્ટિ કરી છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર હતા. મૃતદેહોને ઓળખ માટે લુમુત એર બેઝ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટના સ્થાનિક સમય અનુસાર મંગળવારે સવારે 9.32 વાગ્યે બની હતી.
પ્રશાસને આ ઘટનાની તપાસ માટે કમિશન બનાવવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે મલેશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. પરંતુ આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.

Recent Posts

Loksabha Election 2024: દિલ્હીમાં ચૂંટણી માટે AAPએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, કેજરીવાલ પણ લિસ્ટમાં

કાશ્મીરના પૂંચમાં સુરક્ષાદળોના વાહન પર આતંકી હુમલો, 5 જવાન ઘાયલ

GT vs RCB: મિયાં ભાઈનો મેજિક ચાલ્યો , પાવરપ્લે સુધીમાં ગુજરાતના 3 વિકેટે 23 રન

T20 WC 2024: કદાચ! ભારતના આ ખેલાડીઓનો છેલ્લો વર્લ્ડકપ !!!

LokSabha Election 2024 : અરવિંદ સિંહ લવલી ભાજપમાં જોડાયા, 7 દિવસ પહેલાં જ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદ પરથી આપ્યું હતું રાજીનામું

Loksabha Election 2024: જામીન પર ફરે છે રાજકુમારના પિતા : PM Modi

Loksabha Election 2024: મહેસાણા બેઠક પર જામશે ચૂંટણીનો જંગ, જાણો આ બેઠકનો ઇતિહાસ અને સમીકરણ

LokSabha Election 2024 : ચૂંટણી દરમિયાન મતદાનમથક પર મતદારોને મળશે ઠંડક, તંત્ર દ્વારા કરાશે મંડપ અને કૂલરની વ્યવસ્થા

આર્થિક સંકડામણના કારણે પરિવારના મોભીએ જ શેરડીના રસમાં ઝેર ભેળવીને પરિવારને આપ્યું, 2 ના મોત

દિલ્હીના કનોટ પ્લેસમાં બિનવારસી બેગ મળી આવતા ખળભળાટ, પોલીસે કરી ઘેરાબંધી