MDH અને એવરેસ્ટ મસાલાથી કેન્સરનું જોખમ? જાણો શું કહ્યું કંપનીઓએ?

સિંગાપોર અને હોંગકોંગમાં MDH અને એવરેસ્ટ મસાલામાં કેન્સર પેદા કરતા પદાર્થો મળી આવ્યા છે. ફૂડ સેફ્ટી એજન્સીએ લોકોને તેનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે.

image
X
હોંગકોંગની ફૂડ સેફ્ટીએ ચેતવણી આપી છે કે ભારતીય કંપની MDH અને એવરેસ્ટના મસાલામાં જંતુનાશક 'ઈથિલિન ઓક્સાઈડ' મળી આવ્યું છે. ઇન્તેજામિયાએ લોકોને આ મસાલાનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. ફૂડ સેફ્ટીએ આ વિસ્તારમાં MDH અને એવરેસ્ટ મસાલાની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ મૂકવા પણ કહ્યું છે. 

સિંગાપોરમાં મસાલા પર પ્રતિબંધ
આ સાથે જ એવા સમાચાર પણ છે કે સિંગાપોરમાં પણ એવરેસ્ટની ફિશ કરીના મસાલાને બજારમાંથી હટાવવા માટે કહેવામાં આવ્યું છે. હોંગકોંગ ફૂડ સેફ્ટી અનુસાર, MDHના મદ્રાસ કરી પાઉડર, સંભાર મસાલા મિશ્રિત પાવડર અને કરી પાવડર મિશ્રિત મસાલામાં જંતુનાશક 'ઇથિલિન ઓક્સાઈડ' હોવાનું જાણવા મળ્યું છે. લોકોને આ મસાલાનો ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવ્યું છે.

હોંગકોંગમાં લેવાયેલા ફૂડ સેફ્ટી સેમ્પલ અનુસાર, 'ઈથિલિન ઓક્સાઈડ' એક એવો પદાર્થ છે જે કેન્સરનું કારણ બને છે. ફૂડ સેફ્ટીનું કહેવું છે કે જંતુનાશક અવશેષો ધરાવતો ખોરાક સ્વાસ્થ્ય પર ખરાબ અસર ન કરે તો જ વેચી શકાય. હોંગકોંગના સેન્ટર ફોર ફૂડ સેફ્ટીએ ત્રણ દુકાનોમાંથી મસાલાના નમૂના લીધા હતા. ફૂડ સેફ્ટી પ્રવક્તાનું કહેવું છે કે કંપની સામે 50 હજાર ડોલર સુધીનો દંડ થઈ શકે છે. આ સિવાય 6 મહિનાની જેલ થઈ શકે છે.

બજારમાંથી મસાલા હટાવવાનો આદેશઃ
આ દરમિયાન એવા સમાચાર પણ આવ્યા કે સિંગાપોરની ફૂડ એજન્સીએ કહ્યું છે કે એવરેસ્ટની ફિશ કરીના મસાલાને બજારમાંથી હટાવવા જોઈએ. એક કંપનીને તેના ઉત્પાદનોને બજારમાંથી પાછી ખેંચી લેવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે લોકોને તેનો ઉપયોગ ન કરવા ચેતવણી આપવામાં આવી છે. સિંગાપોરની ફૂડ એજન્સીએ એમ પણ કહ્યું છે કે એમડીએચના ત્રણ મસાલા અને એવરેસ્ટના ફિશ કરીના મસાલામાં કેન્સર પેદા કરતા પદાર્થો છે.

મસાલા કંપનીનું નિવેદનઃ
આ કેસ બાદ મસાલા કંપની એવરેસ્ટનું નિવેદન આવ્યું છે. એવરેસ્ટે કહ્યું છે કે, "અમારી તમામ પ્રોડક્ટ્સ સખત પરીક્ષણ પછી જ બનાવવામાં આવે છે અને નિકાસ કરવામાં આવે છે. અમે સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના ધોરણોનું સખતપણે પાલન કરીએ છીએ. અમારા ઉત્પાદનો ભારતીય સ્પાઈસ બોર્ડ અને FSSI સહિત તમામ એજન્સીઓ દ્વારા પ્રમાણિત છે.

Recent Posts

Loksabha Election 2024: દિલ્હીમાં ચૂંટણી માટે AAPએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, કેજરીવાલ પણ લિસ્ટમાં

કાશ્મીરના પૂંચમાં સુરક્ષાદળોના વાહન પર આતંકી હુમલો, 5 જવાન ઘાયલ

GT vs RCB: મિયાં ભાઈનો મેજિક ચાલ્યો , પાવરપ્લે સુધીમાં ગુજરાતના 3 વિકેટે 23 રન

T20 WC 2024: કદાચ! ભારતના આ ખેલાડીઓનો છેલ્લો વર્લ્ડકપ !!!

LokSabha Election 2024 : અરવિંદ સિંહ લવલી ભાજપમાં જોડાયા, 7 દિવસ પહેલાં જ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદ પરથી આપ્યું હતું રાજીનામું

Loksabha Election 2024: જામીન પર ફરે છે રાજકુમારના પિતા : PM Modi

Loksabha Election 2024: મહેસાણા બેઠક પર જામશે ચૂંટણીનો જંગ, જાણો આ બેઠકનો ઇતિહાસ અને સમીકરણ

LokSabha Election 2024 : ચૂંટણી દરમિયાન મતદાનમથક પર મતદારોને મળશે ઠંડક, તંત્ર દ્વારા કરાશે મંડપ અને કૂલરની વ્યવસ્થા

આર્થિક સંકડામણના કારણે પરિવારના મોભીએ જ શેરડીના રસમાં ઝેર ભેળવીને પરિવારને આપ્યું, 2 ના મોત

દિલ્હીના કનોટ પ્લેસમાં બિનવારસી બેગ મળી આવતા ખળભળાટ, પોલીસે કરી ઘેરાબંધી