SRH vs RCB: આજે બેંગલોર અને હૈદરાબાદ વચ્ચે ટક્કર, જાણો પિચ રીપોર્ટ

IPL 2024 ની 41મી મેચ 25 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે છે. અહીં તમે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ અને હૈદરાબાદના હવામાન વિશે જાણી શકો છો.

image
X
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 41મી મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. ગત વખતે જ્યારે બંને ટીમો સામસામે આવી હતી ત્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા IPL 2024માં રેકોર્ડ તોડી રહ્યા છે. સનરાઇઝર્સે પાવરપ્લે હિટિંગને બીજા સ્તર પર લઈ લીધું છે. ટ્રેવિસ હેડ (234) અને અભિષેક શર્મા (232) IPL સિઝનમાં અત્યાર સુધીના શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ સાથે ટોચ પર છે.

                                                                                       DC Vs GT: પંતે આપવી દિલ્હીને જીત, ગુજરાત માટે હવે પ્લેઓફની રાહ કઠિન

એટલું જ નહીં, સનરાઈઝર્સ હૈદરાબાદે ઈન્ડિયન પ્રીમિયર લીગની 17 આવૃત્તિઓમાં સૌથી વધુ પાવરપ્લે સ્કોરિંગ રેટ હાંસલ કર્યો છે. તેના સ્કોરિંગ રેટ કરતાં પણ વધુ પ્રભાવશાળી છગ્ગા મારતી વખતે ક્રિઝ પર રહેવાની તેની ક્ષમતા છે. ટ્રેવિસ હેડ IPL 2024માં 6 ઇનિંગ્સમાં પાવરપ્લેમાં માત્ર એક જ વાર આઉટ થયો છે, જ્યારે અભિષેક સાત ઇનિંગ્સમાં પાવરપ્લે દરમિયાન ત્રણ વખત આઉટ થયો છે.

SRH vs RCB
આઈપીએલમાં અત્યાર સુધીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 24 મેચ રમાઈ છે . જેમાંથી SRHએ 13 મેચ જીતી છે, જ્યારે RCBએ 10માં જીત મેળવી છે. એક મેચ પરિણામ વિના સમાપ્ત કરવી પડી હતી. જો કે છેલ્લી 6 મેચમાં બંને ટીમોએ 3-3 મેચ જીતી છે. SRH એ પ્રથમ બેટિંગ કરતા 7 મેચ જીતી છે અને RCBએ પ્રથમ બેટિંગ કરતા 5 મેચ જીતી છે. આરસીબી સામે SRHનો સર્વોચ્ચ સ્કોર 287 રન છે અને સૌથી ઓછો સ્કોર 125 રન છે. SRH સામે RCBનો સર્વોચ્ચ સ્કોર 262 રન છે અને સૌથી ઓછો સ્કોર 68 રન છે. SRH એ RCB સામે કુલ 141 રનનો બચાવ કર્યો છે.

RCBએ SRH સામે કુલ 149 રનનો બચાવ કર્યો છે. RCB સામે SRH માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ડેવિડ વોર્નર (647 રન)ના નામે છે, જે હવે IPLમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ છે . SRH સામે RCB માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિકેટ કોહલી (711 રન)ના નામે છે.

પીચ રિપોર્ટ
IPL 2024માં અત્યાર સુધી રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 2 મેચ રમાઈ છે. આમાં 40માંથી માત્ર 17 વિકેટ પડી છે. જેમાંથી 11 વિકેટ ઝડપી બોલરોના ખાતામાં અને 6 વિકેટ સ્પિનરોના ખાતામાં ગઈ છે. એકંદરે અહીંની પિચમાંથી બોલરોને વધુ મદદ મળી રહી નથી. આ મેદાન પર બેટ્સમેનોએ 2 મેચમાં 854 રન બનાવ્યા છે. આ માત્ર એટલું જ દર્શાવે છે કે ગુરુવારે એટલે કે 25મી એપ્રિલે બેટ્સમેન આ મેદાન પર ચોગ્ગા અને છગ્ગા ફટકારી શકે છે. પીચ ક્યુરેટરના મતે, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં સ્પિનરોને વિકેટમાંથી થોડી મદદ મળી શકે છે. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ પર પાવરપ્લે દરમિયાન સીમની હલનચલન ઓછી હોય છે, પરંતુ નવો હાર્ડ બોલ સરળતાથી બેટમાં આવે છે. આનાથી બેટ્સમેનોને બોલને બાઉન્ડ્રી લાઇનની બહાર મોકલવામાં મદદ મળે છે. ઝાકળ પણ ભૂમિકા ભજવી શકે છે. આવી સ્થિતિમાં, ટોસ પણ ટીમની જીત નક્કી કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

હવામાન
Accuweather.com મુજબ હૈદરાબાદમાં 24 એપ્રિલે વરસાદની કોઈ શક્યતા નથી. તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ, ભેજ 22 ટકા રહેવાની ધારણા છે.

Recent Posts

GT vs RCB: મિયાં ભાઈનો મેજિક ચાલ્યો , પાવરપ્લે સુધીમાં ગુજરાતના 3 વિકેટે 23 રન

T20 WC 2024: કદાચ! ભારતના આ ખેલાડીઓનો છેલ્લો વર્લ્ડકપ !!!

T20 WC 2024: વર્લ્ડકપ માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમની જાહેરાત, આ ફાસ્ટ બોલરને પણ મળ્યું સ્થાન

GT vs RCB: આજે ગુજરાત અને બેંગલોર વચ્ચે ટક્કર, જાણો પિચ રિપોર્ટ

MI vs KKR: મુંબઈની પ્લેઓફની આશા થઈ ધુંધળી, કોલકાતાએ પોતાની દાવેદારી મજબૂત કરી

હમારી છોરી છોરો સે કમ હે કયા ? લોકોના ઘરે કામ કરતી માં ની દીકરી આજે ભારતની હોકી ટીમની કેપ્ટન બની

MI vs KKR: શરૂઆતી કોલેપ્સ બાદ કોલકતાનું કમબેક, મુંબઈને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ

ICC રેન્કિંગ: ઓસ્ટ્રેલીયા ટેસ્ટમાં જ્યારે ભારત વનડે અને T20માં ટોચ પર

MI vs KKR: મુંબઈ ટોસ જીત્યું, પાવરપ્લેમાં સુધીમાં કોલકતાના 57 રન

MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે કાંટે કી ટક્કર, બે પોઈન્ટ માટે બંને ટીમ એકબીજા સાથે ટકરાશે